February 10th 2021
***
***
. .મળી જાય
તાઃ૧૦/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,મળેલ દેહને પવિત્ર કર્મ કરાવી જાય
પવિત્રપ્રેમ મળે લક્ષ્મી માતાનો,જે નિખાલસ કર્મથીજ મળી જાય
....મળેલદેહને સંબંધ છે થયેલ કર્મનો,જે જીવને જન્મમરણથી મેળવાય.
અવનીપર જીવને આગમનથી દેહ મળે,પવિત્રરાહ કૃપાથી મેળવાય
સમય સમજીને ચાલતા દેહને,શ્રધ્ધાભાવથી પરમાત્માની પુંજા કરાય
વિષ્ણુ ભગવાનની સાથે તેમના પત્નિ,લક્ષ્મી માતાને ધુપદીપ કરાય
પવિત્ર શ્લોકનુ સ્મરણકરી પુંજા કરતા,માતાપિતાની કૃપા મળી જાય
....મળેલદેહને સંબંધ છે થયેલ કર્મનો,જે જીવને જન્મમરણથી મેળવાય.
પુંજનકરી વંદનકરી માળા કરતા,પરમાત્મા દેહને સદમાર્ગે દોરી જાય
નાઅપેક્ષા કોઇજ જીવનમાં રહે,એજ પરમકૃપા પરમાત્માની કહેવાય
મળી જાય પવિત્રકૃપા લક્ષ્મી માતાની,ના કોઇજ તકલીફ અડી જાય
પવિત્રકર્મ જીવનમાં કરીને જીવતા,પરમાત્મા જીવનેમુક્તિ આપી જાય
....મળેલદેહને સંબંધ છે થયેલ કર્મનો,જે જીવને જન્મમરણથી મેળવાય.
==========================================================
February 10th 2021
***
***
. કૃપા મળી
તાઃ૧૦/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી માતા હીરાબાની,દુનીયામાં નરેંદ્રભાઈની ઓળખાણ થાય
પવિત્રરાહ પકડતા ગુજરાતીઓની,શાન જગતમાં લાયકાતથીજ વધારી જાય
....એ ગુજરાતના મુખ્યપ્રધાન થઈ સેવા કરી,હાલ ભારતના એ વડાપ્રધાન કહેવાય.
અનંત આનંદ થાય ગુજરાતીઓને,જગતમાં અનેક પવિત્ર કર્મથી એ દેખાય
મળેલ જન્મને સંબંધ છે થયેલકર્મનો,જે અનેકરાહથી દેહને કર્મ કરાવી જાય
પાવનકૃપા હિરાબાની જે ચાની લારી છોડાવી,સન્માનથી શાન વધારી જાય
મુખ્યપ્રધાન થયા ગુજરાતના,જે સમાજમાં ગુજરાતીઓનુ સન્માન કરાવીજાય
....એ ગુજરાતના મુખ્યપ્રધાન થઈ સેવા કરી,હાલ ભારતના એ વડાપ્રધાન કહેવાય.
મળેલ માનવદેહથી સમાજમાં,શ્રધ્ધાથી રાહપકડતા નાકોઈ તેમને આબી જાય
આજકાલને સમજી ચાલતા નરેંદ્રભાઈ,કલમનીકેડી સહિતસમાજને સાચવી જાય
થઈ રહેલ કર્મને નાકોઈ રોકી શકે,કે ના કોઇ તેમની લાયકાતનેય રોકી જાય
અદભુતશાન ગુજરાતીઓની જગતમાં,જે તેમની ભારતના વડાપ્રધાનથી દેખાય
....એ ગુજરાતના મુખ્યપ્રધાન થઈ સેવા કરી,હાલ ભારતના એ વડાપ્રધાન કહેવાય.
*****************************************************************