February 14th 2021
**
**
. .સાગર ભક્તિનો
તાઃ૧૪/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનેકદેહથી જીવને જન્મ મળે અવનીપર,જે થયેલ કર્મથી મેળવાય
અવનીપરનુ આવનજાવન એજ લીલા,એ જીવને સંબંધ આપી જાય
....જગતમાં પવિત્રભુમીજ ભારત છે,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી આવી જાય.
મળેલ માનવદેહને પવિત્રરાહમળે,જે પવિત્રધરતીપર કૃપાથી મેળવાય
પાવનકૃપા થઈ પરમાત્માની,એમાનવદેહને ભક્તિસાગરથી દોરી જાય
અનેકદેહથી આગમન થતા પરમાત્માનુ,અનેક મંદીરમાં પુંજન કરાય
ભારતની પવિત્રભુમીમાં ભક્તિ મળે,જે મળેલદેહનુ કલ્યાણ કરી જાય
....જગતમાં પવિત્રભુમીજ ભારત છે,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી આવી જાય.
માનવદેહને શ્રધ્ધાભક્તિથી જીવતા,દેહના જીવને મુક્તિરાહ મળી જાય
પવિત્રકૃપા મળે મળેલદેહને,જે જીવનમાં પવિત્રશાંંતિ પણ આપી જાય
અનેક પવિત્ર મંદીર થયા શ્રધ્ધાથી,જ્યાં ભક્તિની પાવનરાહ મેળવાય
ધર્મ અને કર્મનો સંબંધ છે સમયથી,જે મળેલદેહને સદમાર્ગે લઈ જાય
....જગતમાં પવિત્રભુમીજ ભારત છે,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી આવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 14th 2021

. નવદુર્ગા માતા
તાઃ૧૪/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ માતા હિંદુ ધર્મમાં,જે ભક્તોથી નવદુર્ગા માતાને પુંજાય
પવિત્ર નવ સ્વરૂપની પુંજાથાય,જે નવરાત્રીમાં ગરબે ઘુમાવી જાય
....એજ કૃપા માતાની ભારતપર,જે ધરતીને જગતમાં પવિત્ર કરી જાય.
પ્રથમ સ્વરૂપ લીધુ માતા શૈલપુત્રીનુ,જે પ્રથમ નોરતે પુંજન કરાય
કૃપા મળે ભક્તોના જીવનમાં,જે નવરાત્રીના પ્રથમ નોરતે મેળવાય
બીજા નોરતે બ્રહ્મચારિણી માતાને,ગરબે ઘુમી વંદન શ્રધ્ધાએ થાય
ત્રીજા નોરતે ચંદ્રઘંટામાતાને વંદન થાય,ચોથે કૃષ્માન્ડાને વંદન થાય
....એજ કૃપા માતાની ભારતપર,જે ધરતીને જગતમાં પવિત્ર કરી જાય.
પાંચમા નોરતે સ્કંદમાતાને પુંજાય,છઠા નોરતે માકાત્યાયનીને પુંજાય
નવરાત્રીના દીવસોને માતા પવિત્ર કરે,સાતમે મા કાલરાત્રીને પુંજાય
આઠમા નોરતે માતા મહાગૌરીને,ગરબે ધુમતા તાલી પાડીને ગવાય
પવિત્ર નવરાત્રીના નવમા દીવસે,મા સિધ્ધીદાત્રીને ગરબે વંદન થાય
....એજ કૃપા માતાની ભારતપર,જે ધરતીને જગતમાં પવિત્ર કરી જાય.
#########################################################