February 14th 2021

. નવદુર્ગા માતા
તાઃ૧૪/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ માતા હિંદુ ધર્મમાં,જે ભક્તોથી નવદુર્ગા માતાને પુંજાય
પવિત્ર નવ સ્વરૂપની પુંજાથાય,જે નવરાત્રીમાં ગરબે ઘુમાવી જાય
....એજ કૃપા માતાની ભારતપર,જે ધરતીને જગતમાં પવિત્ર કરી જાય.
પ્રથમ સ્વરૂપ લીધુ માતા શૈલપુત્રીનુ,જે પ્રથમ નોરતે પુંજન કરાય
કૃપા મળે ભક્તોના જીવનમાં,જે નવરાત્રીના પ્રથમ નોરતે મેળવાય
બીજા નોરતે બ્રહ્મચારિણી માતાને,ગરબે ઘુમી વંદન શ્રધ્ધાએ થાય
ત્રીજા નોરતે ચંદ્રઘંટામાતાને વંદન થાય,ચોથે કૃષ્માન્ડાને વંદન થાય
....એજ કૃપા માતાની ભારતપર,જે ધરતીને જગતમાં પવિત્ર કરી જાય.
પાંચમા નોરતે સ્કંદમાતાને પુંજાય,છઠા નોરતે માકાત્યાયનીને પુંજાય
નવરાત્રીના દીવસોને માતા પવિત્ર કરે,સાતમે મા કાલરાત્રીને પુંજાય
આઠમા નોરતે માતા મહાગૌરીને,ગરબે ધુમતા તાલી પાડીને ગવાય
પવિત્ર નવરાત્રીના નવમા દીવસે,મા સિધ્ધીદાત્રીને ગરબે વંદન થાય
....એજ કૃપા માતાની ભારતપર,જે ધરતીને જગતમાં પવિત્ર કરી જાય.
#########################################################
No comments yet.