February 18th 2021
***
***
. .શ્રી સાંઇબાબા
તાઃ૧૮/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શેરડીવાસી વ્હાલા સાંઈબાબા,ૐ શ્રી સાંઇનાથાય નમઃ થીજ પુંજાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,દેહ પર બાબાની પાવનકૃપાજ થઈ જાય
...એજ અનંતકૃપાળુ બાબા છે,જે શેરડીથી પવિત્ર ભક્તિને પારખી આવી જાય.
માનવદેહને પવિત્રરાહ આપવા,શંકર ભગવાનની કૃપાએ દેહલઈ જાય
જીવને જન્મ મળતા દેહને ધર્મ મળે,જેને હિંદુ મુસ્લીમ એમ કહેવાય
ભારતમાં હિંદુધર્મમાં પવિત્રદેહ લીધા,મુસ્લીમમાં અલ્લાથી ઓળખાય
સાંઇબાબા આવ્યા અવનીપર,જે શ્રધ્ધા સબુરીથી પુંજન કરાવી જાય
...એજ અનંતકૃપાળુ બાબા છે,જે શેરડીથી પવિત્ર ભક્તિને પારખી આવી જાય.
દેહમળ્યા પછી ધર્મનો સંબંધછે દેહને,જે મળેલદેહ પર કૃપા કરી જાય
હિંદુધર્મમાં પરમાત્માકૃપાએ અનેકદેહલીધા,મુસ્લીમમાં અલ્લાહ કહેવાય
શ્રધ્ધાસબુરીની ઓળખાણ કરાવવા,શેરડીમાં સાંઇબાબાથી આવીજાય
પાવનકૃપા મળે બાબાની ભક્તોને,જે મળેલદેહને પવિત્રકર્મ કરાવીજાય
...એજ અનંતકૃપાળુ બાબા છે,જે શેરડીથી પવિત્ર ભક્તિને પારખી આવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
No comments yet.