February 22nd 2021

. નિર્મળ જ્યોત
તાઃ૨૨/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળે મળેલ માનવદેહને,એ પરમાત્માની કૃપા કહેવાય
જીવને અનેકકર્મની પ્રેરણા થાય,જે દેહને પાવનરાહ આપી જાય
...એ પ્રેમની નિર્મળજ્યોત પ્રગટાવી જાય,જે દેહને સુખનોસાગર આપી જાય
પવિત્રકર્મની રાહમળે દેહને,જે પરમાત્માની પાવનકૃપા આપી જાય
અદભુતલીલા કુદરતની થાય,જે જીવને મળેલદેહથી સમયે સમજાય
પાવનકૃપાએ દેહને રાહ મળે,જે જીવને પવિત્ર ભક્તિરાહ મેળવાય
મળેલદેહને પરમાત્માની કૃપામળે,ત્યાં પવિત્ર નિખાલસ ભક્તિ થાય
...એ પ્રેમની નિર્મળજ્યોત પ્રગટાવી જાય,જે દેહને સુખનોસાગર આપી જાય
પવિત્ર કૃપા માતાની મળે દેહને,એ જીવનમાં પાવનકર્મ કરાવી જાય
અનેકદેહ લીધા માતાએ ભારતદેશમાં,જે પવિત્ર ધરતી જગતમાં થાય
જીવને મળે માનવદેહ અવનીપર,એ ગત જન્મે થયેલ કર્મથી મેળવાય
પવિત્રકર્મની રાહ મળે મળેલ દેહને,જ્યાં શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરાય
...એ પ્રેમની નિર્મળજ્યોત પ્રગટાવી જાય,જે દેહને સુખનોસાગર આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 22nd 2021
***
**
. શ્રી મહાદેવ
તાઃ૨૨/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા પાર્વતીના પતિ મહાદેવ,જગતમાં શંકર ભગવાનથીય ઓળખાય
પવિત્રશક્તિશાળી દેહ ભારતમાંલીધો,જે હિમાલયપર ગંગા વહાવીજાય
.....પવિત્રપ્રેમ મળ્યો હિમાલયનીપુત્રી પાર્વતીનો,જે ભોલેનાથની પત્નિ થઈ જાય.
પવિત્રદેહ લીધો અવનીપર,જે હિંદુ ધર્મની શાન જગતમાં વધારી જાય
મળેલ માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ થાય
પરમાત્માએ અનેકદેહ લઈ પવિત્ર ધરતી કરી,જે મળેલદેહને શાંંતિ થાય
હરહર ભોલે મહાદેવથી પુંજનથાય,ત્યાંજ માતા પાર્વતીની ક્રૂપા મળીજાય
.....પવિત્રપ્રેમ મળ્યો હિમાલયનીપુત્રી પાર્વતીનો,જે ભોલેનાથની પત્નિ થઈ જાય.
પવિત્રકૃપા માતા ગંગાની છે,અર્ચના કરતા મળેલદેહને મુક્તિ મળી જાય
પરમકૃપાળુ ભોલેનાથ છે,સંતાન શ્રી ગણેશ ભાગ્યવિધાતાથીજ ઓળખાય
અનેક નામ મળ્યા મહાદેવને,જે શંકર,ભોલેનાથ,ત્રિશુલધારી પણ કહેવાય
પાવનકૃપા મળે શ્રધ્ધાભક્તિથી પુંજન કરતા,જીવનમાં પાવનકર્મ થઈ જાય
.....પવિત્રપ્રેમ મળ્યો હિમાલયનીપુત્રી પાર્વતીનો,જે ભોલેનાથની પત્નિ થઈ જાય.
################################################################
,