February 24th 2021

. ભગવાનની લીલા
તાઃ૨૪/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર દેહ મળે જીવને,જે મળેલદેહના કર્મની કેડીએ મેળવાય
અજબ ભગવાનની લીલા જગતમાં,જે મળેલ માનવદેહને સમજાય
....પવિત્રકૃપા ભારતદેશપર કરી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
શ્રધ્ધાભાવથી પુંજન કરતા ભક્તોપર,ભગવાનની કૃપાજ થઈ જાય
મળેલદેહથીજ પાવનકર્મ થાય,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
પાર્વતીના સંતાન ગણેશજી,જગતમાં સિદ્ધી વિનાયકથી ઓળખાય
પરમાત્માએ અનેકદેહ લીધા,જે ભક્તોને ભક્તિનીરાહ આપી જાય
....પવિત્રકૃપા ભારતદેશપર કરી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
હિંદુ ધર્મને પવિત્ર કરવા પરમાત્માએ દેહલીધા,જે ભક્તોને સમજાય
સમય સંગે ચાલવા ભગવાનના દેહથી,નિર્મળ ભાવનાથી કર્મ કરાય
ભારતને પવિત્ર કરી અવનીપર,મળેલદેહના જીવને મુક્તિ મળીજાય
અદભુત કૃપા એ ધરતીપર,જ્યાં જીવને આવનજાવનથી છોડી જાય
....પવિત્રકૃપા ભારતદેશપર કરી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
=============================================================
No comments yet.