February 27th 2021

. .શ્રી મહાવીર
તાઃ૨૭/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જગતમાં,જે અજબશક્તિશાળી થઈ જાય
પવનદેવનો પ્રેમ મળ્યો માતાઅંજનીને,જે અવનીપન પવનપુત્ર કહેવાય
....હિંદુ ધર્મમાં શ્રીરામ ભક્ત કહેવાય,એ પવનપુત્ર સંગે અંજનીસુતથી ઓળખાય.
અનેક પવિત્રનામથી ઓળખાય,જે બાહુબલી મહાવીર હનુમાન કહેવાય
જીવનમાં અજબશક્તિનો ઉપયોગ કરી,શ્રી રામના ભાઈને બચાવી જાય
ભાઇ શ્રીલક્ષ્મણ બેભાન થયા,તો સંજીવનીમાટે પર્વત ઉચકી લાવી જાય
પવિત્રભક્તિ કરતા પરમાત્મા શ્રીરામને,વંદનસહિત સત્કર્મથી મદદ કરાય
....હિંદુ ધર્મમાં શ્રીરામ ભક્ત કહેવાય,એ પવનપુત્ર સંગે અંજનીસુતથી ઓળખાય.
અજબ શક્તિથી ઓળખાય જે ઉડીનેજઈ,રામપત્નિ સીતાને શોધી જાય
મળીકૃપા પરમાત્માની દેહને,જે શક્તિશાળી લંકાના રાવણને હરાવી જાય
સીતાજીને શોધીને શ્રીરામને મદદ કરી,અંતે રાજારાવણનુ દહન કરી જાય
એપવનપુત્ર હનુમાન કહેવાય,જે સુર્યદેવની પુત્રી સુવર્ચલાના પતિ કહેવાય
....હિંદુ ધર્મમાં શ્રીરામ ભક્ત કહેવાય,એ પવનપુત્ર સંગે અંજનીસુતથી ઓળખાય.
################################################################
No comments yet.