March 2nd 2021
. .સંગાથ સમયનો
તાઃ૨/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા પરમાત્માની અવનીપર,સમય સંગે ચાલતા દેહને સમજાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ,જે ગતજન્મે કરેલકર્મથી મળતો જાય
...આ અદભુતલીલા છે પરમાત્માની,જે દેહને સંગાથ સમયનો આપી જાય.
અનેકદેહ એકુદરતનીકૃપા ધરતીપર,પશુપક્ષીનો દેહ નિરાધાર કહેવાય
મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,અનેકકર્મનીરાહ મળતી જાય
ઉંમરથી નાકોઇ છટકીશકે જીવનમાં,સમયસાથે ચાલતા અનુભવ થાય
કળીયુગની રાહ જગતમાં જીવને સ્પર્શી જાય,ના કોઇથી કદી છટકાય
...આ અદભુતલીલા છે પરમાત્માની,જે દેહને સંગાથ સમયનો આપી જાય.
જન્મ મળે જીવને જે સંતાન કહેવાય,માબાપની પાવનકૃપાએ મેળવાય
જીવનોદેહ એ આગમનવિદાયથી દેખાય,જે જન્મમરણથી મળતો જાય
પવિત્રકૃપાએ દેહને ભજનભક્તિની રાહમળે,એ દેહને શ્રધ્ધાથી સમજાય
મળેલદેહપર પાવનકૃપા પ્રભુની થાય,જે અંતે જીવને મુક્તિ આપી જાય
...આ અદભુતલીલા છે પરમાત્માની,જે દેહને સંગાથ સમયનો આપી જાય.
***********************************************************
March 2nd 2021

, .ગજાનન શ્રીગણેશ
તાઃ૨/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા પાર્વતીના લાડલા સંતાન,હિંદુ ધર્મમાં ગજાનન શ્રીગણેશ કહેવાય
પવિત્રકૃપા પિતા શંકરભગવાનની મળી,જગતમાં ભાગ્યવિધાતા કહેવાય
.....એવા વ્હાલા સંતાનને જીવનસંગીનીઓ મળી,જે રીધ્ધી સિધ્ધીથી ઓળખાય.
શ્રીગણેશ શ્રીગણેશથી પુંજન કરતા,માબાપની કૃપાએ પ્રેરણા આપી જાય
ભક્તોના એ વ્હાલા ગજાનન કહેવાય,જે પવિત્રકર્મમાં નીમિત્ત બની જાય
મળેલ માનવદેહથી શ્રધ્ધાથી વંદન કરતા,રીધ્ધી સિધ્ધીની કૃપા મળી જાય
અનંતશાંંતિ જીવનમાં મળી જાય,નામોહ માયા કે આફત કોઇ અડી જાય
.....એવા વ્હાલા સંતાનને જીવનસંગીનીઓ મળી,જે રીધ્ધી સિધ્ધીથી ઓળખાય.
મળેલ માનવ જીવનમાં ધાર્મિક પ્રસંગે,શ્રી ગણપતિજીની પ્રથમ પુંજા કરાય
શ્રધ્ધાભક્તિને પારખી ગજાનન શ્રીગણેશની,ભક્તોપર પાવનકૃપા પણ થાય
માતાનીકૃપાએ શ્રીગણેશને,ભાઈકાર્તિક બહેન અશોકસુંદરીનો પ્રેમ મળીજાય
એવાવ્હાલા ગણેશ ભગવાનશંકર અને માતાપાર્વતીના સંતાનથીજ ઓળખાય
.....એવા વ્હાલા સંતાનને જીવનસંગીનીઓ મળી,જે રીધ્ધી સિધ્ધીથી ઓળખાય.
#################################################################