March 5th 2021
++
++
. .પ્રેમનો સમય
તાઃ૫/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને સંબંધ છે અવનીપર,જે પ્રભુકૃપાએ જન્મમરણથીજ મેળવાય
કુદરતની લીલા જગતમાં સચવાય,એ દેહના કર્મથીજ મળતી જાય
....મળેલ માનવદેહને અવનીપર,નિર્મળપ્રેમ મળતા સમય સમજાઈ જાય.
અવનીપરના આગમનનો સંબંધ,જીવને મળતા દેહથી મળતો જાય
પવિત્રરાહ મળે મળેલદેહને અવનીપર,જ્યાં શ્રધ્ધાભાવથી પુંજા થાય
પરમાત્માની પુંજાકરવા અનેકદેહથી,ભારતમાં પવિત્રદેહથીઆવી જાય
શ્રધ્ધારાખીને વંદન કરતા મળેલદેહપર,પરમાત્માની પાવનકૃપા થાય
....મળેલ માનવદેહને અવનીપર,નિર્મળપ્રેમ મળતા સમય સમજાઈ જાય.
જન્મમરણનો સંબંધ છે જીવને,જે ગતજન્મે કરેલ કર્મથીજ મેળવાય
અનેકદેહથી જીવને જન્મમરણથી મૅળવાય,જે થયેલકર્મથી મળી જાય
દેહને અવનીપર આવવા પ્રાણીપશુ,જાનવરનો દેહ પંણ મળતો જાય
જન્મ મળે માનવદેહનો જીવને ધરતીપર,પ્રભુના પ્રેમના સંબંધથી મળે
....મળેલ માનવદેહને અવનીપર,નિર્મળપ્રેમ મળતા સમય સમજાઈ જાય.
********************************************************
No comments yet.