March 10th 2021

. .પવિત્ર જ્યોત
તાઃ૧૦/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ ,
પવિત્રકૃપાળુ માતા જગતમાં,જે ભારતમાં માતા લક્ષ્મીનો દેહ લઈ જાય
જીવને મળેલદેહપર માતાની કૃપામળે,જ્યાં શ્રધ્ધાએ માતાને વંદન થાય
....અજબ પવિત્રમાતા હિંદુ ધર્મમાં,જે પવિત્રભારતથી દુનીયાપર કૃપા કરી જાય.
કુદરતની પવિત્રકૃપા થાય જીવપર,જે માનવદેહ મળતા જીવને સમજાય
પરમકૃપાળુમાતા દુનીયામાં,એ પવિત્ર વિષ્ણુ ભગવાનના પત્નિ કહેવાય
હિંદુધર્મમાં શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,જીવ પર પરમાત્માની કૃપા થાય
પવિત્ર નિર્મળરાહ મળે જીવનમાં,ના કદી કોઈ અપેક્ષા જીવનમાં રખાય
....અજબ પવિત્રમાતા હિંદુ ધર્મમાં,જે પવિત્રભારતથી દુનીયાપર કૃપા કરી જાય.
જગતમાં ભારત પવિત્રદેશ છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય
હિંદુ ધર્મને પવિત્ર કર્યો છે જગતમાં,જે મળેલદેહને સુખશાંંતિ આપી જાય
નિર્મળ ભાવથી શ્રધ્ધાએ ભક્તિકરતા,પવિત્ર લક્ષ્મીમાતાની પાવનકૃપા થાય
માતા લક્ષ્મીની કૃપામળે દેહને,સાથે શ્રી વિષ્ણુ ભગવાનની કૃપાય થઈજાય
....અજબ પવિત્રમાતા હિંદુ ધર્મમાં,જે પવિત્રભારતથી દુનીયાપર કૃપા કરી જાય.
################################################################