March 12th 2021

. .અદભુત્ પ્રેમ
તાઃ૧૨/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સંબંધ સત્કર્મનો,જીવનમા એ અનુભવ આપી જાય
પરમાત્માની પાવનકૃપા જગતમાં,મળેલ દેહને અદભુતપ્રેમ આપી જાય
....માનવદેહને પવિત્રપ્રેમ મળે,એ દેહને ના આશા ના અભિમાન અડી જાય.
જીવના દેહને કર્મનો સંબંધ છે,જે ગતજન્મે થયેલ કર્મથીજ મળતો જાય
દેહને રાહ મળે જીવનમાં,એ કળીયુગ સતયુગથી દેહને સ્પર્શ કરી જાય
પાવનપ્રેમ મળે પરમાત્માની કૃપાએ,જે સમયસંગે ચાલતા સમજાઈ જાય
શ્રધ્ધાભાવનાથી જીવન જીવતા,નિખાલસતાથી અદભુત પ્રેમની કૃપા થાય
....માનવદેહને પવિત્રપ્રેમ મળે,એ દેહને ના આશા ના અભિમાન અડી જાય.
પરમાત્માએ પવિત્રદેહ લીધા ભારતમાં,જે ભગવાનના નામથીજ ઓળખાય
માનવજીવન જીવી ગયા એ દેહથી,એ માનવદેહને પવિત્રરાહ આપી જાય
કુદરતની પાવનલીલા ભારતદેશથી મેળવાય,હિંદુધર્મને એ પવિત્ર કરી જાય
પ્રભુના દેહના નામથી માળા જપતા,દેહને તનમનધનથી શાંંતિ મળી જાય
....માનવદેહને પવિત્રપ્રેમ મળે,એ દેહને ના આશા ના અભિમાન અડી જાય.
#############################################################
No comments yet.