March 27th 2021

. .મળેલ પ્રેમ જયોત
તાઃ૨૭/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહ પર પ્રભુનીકૃપા થાય,જે શ્રધ્ધાથી માતાની પુંજાકરતા દર્શન થાય
એ જીવને મળેલ પ્રેમની જ્યોત પ્રગટે,જે મળેલદેહનો જન્મસફળ કરી જાય
.....અજબકૃપાળુ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રભાવનાથી પુંજા કરાવી જાય
જીવને સંબંધ ગતજન્મના થયેલ કર્મથી,જે ધરતીપર આવન જાવન આપી જાય
કુદરતની અજબલીલા અવનીપર,જે અનેકરાહે શ્રધ્ધાથી થયેલ કર્મથી મળીજાય
પવિત્રમાતાના દેહ લીધા ભારતમાં,એ જીવોને પાવનરાહની પ્રેરણા આપી જાય
હિંદુ ધર્મની પવિત્ર જ્યોત અવનીપર પ્રગટી છે,જે પવિત્ર મંદીરથીય મળી જાય
.....અજબકૃપાળુ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રભાવનાથી પુંજા કરાવી જાય
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,શ્રધ્ધાભાવથી પુંજન કરી ના અપેક્ષા રખાય
આંગણે આવી પવિત્રકૃપા મળે પરમાત્માની,જે દેહને સવારસાંજથી મળતી થાય
પવિત્ર સ્વરૂપ હિંદુ માતાના છે,જે જીવનમાં મળૅલ પ્રેમ જ્યોતથી અનુભવ થાય
શ્રધ્ધારાખીને માતાની પુંજા કરી વંદન કરતા,જીવનમાં દેહને પાવનરાહ મળીજાય
.....અજબકૃપાળુ પરમાત્માની કૃપા અવનીપર,જે પવિત્રભાવનાથી પુંજા કરાવી જાય
*******************************************************************
No comments yet.