March 28th 2021

. .જય મા દુર્ગા
તાઃ૨૯/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમની ગંગા વહે દુનીયામાં,શ્રધ્ધાથી માતાને વંદન કરતા મેળવાય
પરમકૃપાળુ માતાદુર્ગાનો મંત્ર,ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજાથાય
....શ્રધ્ધા રાખીને પુંજન કરતા,નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપની પુંજા કરાય.
માતાનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,જે સમયે સત્કર્મનો સંગાથ આપી જાય
સમયસંગે ચાલવા કૃપા મળે દેહને,એ શ્રધ્ધાભાવનાથી પુંજન કરાવી જાય
આંગણે આવી કૃપાજ મળે જીવનમાં,જ્યાં પ્રભાતે માતાને ધુપદીપ કરાય
પાવનરાહે જીવનજીવવા કૃપામળે માતાની,જીવનમા સુખશાંંતિ મળી જાય
....શ્રધ્ધા રાખીને પુંજન કરતા,નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપની પુંજા કરાય.
પરમ શક્તિશાળી માતા હતા ભારતમાં,જે રાજા મહિસાસુરનેય મારી જાય
શ્રધ્ધારાખીને માતાની પુંજા કરતા,જીવનમાં નાકોઇજ તકલીફ મળતી જાય
મારા જીવનમાં પવિત્રમાતા દુર્ગાની કૃપા છે,જે જીવનમાં સુખ આપી જાય
માનવજીવનમાં નાકોઇજ અપેક્ષા રહે,કે નાકોઇજ માગણી જીવનમાં રખાય
....શ્રધ્ધા રાખીને પુંજન કરતા,નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપની પુંજા કરાય.
##############################################################
No comments yet.