શ્રી ભોલેનાથ
###### શ્રી ભોલેનાથ
તાઃ૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ બમબમ ભોલે મહાદેવ છે ભક્તિનો ભંડાર,સંગે માતા પાર્વતીના ભરથાર પરમ કૃપાળુ પરમાત્માએ ભારતમાં દેહ લીધો,જે ભોલેનાથ પણ હ્હેવાય ..પવિત્ર ગંગાને વહાવી ધરતીપર,જે જીવના માનવદેહને સ્નાનથી મુક્તિ આપી જાય. માતાપાર્વતીના પતિદેવ જે શંકર ભગવાન,જગતમાં દુધ અર્ચનાથી પુંજાય મંદીરમાં શિવલીંગને દુધ અર્ચનાથી વંદન કરી,ૐ નમઃ થી દંડવત થાય પવિત્રકૃપા મળે હરહર મહાદેવ સંગે,બમબમભોલેને પાર્વતીપતિથી પુંજાય પવિત્રદેહથી પધાર્યા સંગે શ્રીગણેશ,કાર્તીક,અશોકસુંદરીનાપિતાય કહેવાય ..પવિત્ર ગંગાને વહાવી ધરતીપર,જે જીવના માનવદેહને સ્નાનથી મુક્તિ આપી જાય. શ્રધ્ધારાખી પુંજનકરતા શંકર ભગવાનનીકૃપા,સંગે માતાપાર્વતી રાજી થાય મળે માનવદેહને પાવનરાહ જીવનમાં,નાકોઇ મોહમાયાઅપેક્ષા અડી જાય જીવને પાવનકર્મ મળે દેહથી,એ પરમાત્માની પાવનકૃપાથી જીવન જીવાય અદભુતલીલા ભોલેનાથની ભારતમાં,જે પવિત્ર ગંગા,જમનાને વહાવી જાય ..પવિત્ર ગંગાને વહાવી ધરતીપર,જે જીવના માનવદેહને સ્નાનથી મુક્તિ આપી જાય. #################################################################