May 20th 2021

. .પ્રેમના પગલે
તાઃ૨૦/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને સમજી ચાલતા જીવના,મળેલદેહને પાવનરાહ મળી જાય
પરમાત્માના પ્રેમની સાંકળ અવનીપર,જે માનવતા મહેકાવી જાય
....એ લીલા જગતમાં પ્રભુની,જે જીવના મળેલદેહને પ્રેમના પગલે લઈ જાય.
પવિત્રકર્મનો સંગાથ મળે મળેલદેહને,જે જીવને સત્કર્મનો સાથઆપે
માનવદેહને સરળરાહ મળે,જે નાકોઇઅપેક્ષાકે માગણી આપી જાય
કુદરતની કૃપા અવનીપર ઘણા સમયથી છે,જે સમયે સમજાઇ જાય
પ્રેમની પાવનરાહ મળે દેહને,જે જીવનમાં અનેક સત્કર્મ કરાવી જાય
....એ લીલા જગતમાં પ્રભુની,જે જીવના મળેલદેહને પ્રેમના પગલે લઈ જાય.
શ્રધ્ધા ભાવનાથી ભક્તિ કરતા દેહપર,પાવનકૃપાનો અનુભવ થઈજાય
મળેલ માનવદેહને પવિત્ર જીવનની રાહ મળે,જે પ્રભુકૃપાએ મેળવાય
નિખાલસ ભાવનાથી ભક્તિ કરતા,દેહને પવિત્રકૃપાનો અનુભવ થાય
પાવનકૃપા એ પરમાત્માની કહેવાય,જે જીવનેજન્મમરણથી છોડીજાય
....એ લીલા જગતમાં પ્રભુની,જે જીવના મળેલદેહને પ્રેમના પગલે લઈ જાય.
==========================================================
No comments yet.