May 22nd 2021
###
###
. .રામભક્ત હનુમાન
તાઃ૨૨/૫/૨૦૨૧. પ્રદીપ બ્રહ્મભટ્ટ
બજરંગબલી બળવાન માતા અંજનીના સંતાન,જગતમાં હનુમાન કહેવાય
એજ પવનપુત્ર કહેવાય જે જીવનમાં,શ્રી રામના પરમભક્તથી ઓળખાય
.....પવિત્રદેહથી જન્મ્યા ભારતમાં,જે માબાપનો પ્રેમ મળતા શક્તિશાળી થઈ જાય.
પરમશક્તિશાળી ભક્ત શ્રી રામના,જે આકાશમાં ઉડી પર્વતને લાવી જાય
રામના ભાઈ લક્ષ્મણની બેહોશીને દુર કરવા,સંજીવની લાવીને આપી જાય
પરમકૃપા પિતા પવનદેવની મળી,જેઆકાશમાં ઉડી શ્રીરામનેમદદ કરી જાય
શ્રીરામના પત્નિ સીતાજીને શોધવા માટે,ઉડીને લંકામાં આવીને શોધી જાય
.....પવિત્રદેહથી જન્મ્યા ભારતમાં ,જે માબાપનો પ્રેમ મળતા શક્તિશાળી થઈ જાય.
અયોધ્યાના રાજાના એ સંતાન,પણ સમયે જંગલમાં પત્ની સહિત ભટકી જાય
ભાઈ લક્ષ્મણ પણ સાથે જ હતા જંગલમાં,જે બેભાન થતા ધરતીપર પડીજાય
અજબશક્તિશાળી બજરંગબલી કહેવાય,એ શ્રીરામના પરમભક્ત પણ કહેવાય
અભિમાનની રાહ પકડીને ચાલતા,રાજા રાવણને લંકામાંજ બાળીને મારી જાય
... .પવિત્રદેહથી જન્મ્યા ભારતમાં ,જે માબાપનો પ્રેમ મળતા શક્તિશાળી થઈ જાય.
##################################################################
No comments yet.