May 25th 2021

. આંગળી પકડી
તાઃ૨૫/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શ્રધ્ધાપ્રેમથી આંગળી પકડી,જીવનમાં પવિત્ર પવનપુત્ર હનુમાનની
પાવન પવિત્રરાહે જીવન જીવવા,પરમાત્મા શ્રીરામની પવિત્રકૃપા થઈજાય
.....એવા વ્હાલા માતા અંજનીના લાડલા દીકરા,બજરંગબલી મહાવીર કહેવાય.
ગદાપકડીને ચાલતા ભારતદેશમાં,હિંદુ ધર્મંની પવિત્ર ઓળખાણ કરીજાય
પવનપુત્રની લાયકાતહતી જીવનમાં,જે હવામાં ઉડીને સજીવનીલાવી જાય
શ્રી રામના ભાઈ લક્ષમણને બેભાનથી બચાવવા,પર્વત લઈને આવી જાય
અજબ શક્તિશાળી હતા,જે આકાશમાં ઉડીને લંકામાં સીતાને શોધીજાય
.....એવા વ્હાલા માતા અંજનીના લાડલા દીકરા,બજરંગબલી મહાવીર કહેવાય.
શ્રી રામના પત્નિ સીતાજીને લંકાના રાજારાવણ,જંગલમાં લાવી મુકી જાય
હનુમાનએ પવિત્રકૃપાએ શોધીને,શ્રીરામ સહિત લક્ષ્મણને એ બતાવી જાય
રાજા રાવણના આ દુષ્કર્મથી બચાવવા,ભગવાનની પવિત્રરાહથી કૃપા થાય
શ્રીરામની કૃપાએ સીતાજીને બચાવી,લંકા સહિત રાવણનુ એ દહનકરીજાય
.....એવા વ્હાલા માતા અંજનીના લાડલા દીકરા,બજરંગબલી મહાવીર કહેવાય.
===============================================================
No comments yet.