May 27th 2021

. .પવિત્ર શ્રધ્ધા
તાઃ૨૭/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની સાથે ચાલતા માનવીને,પ્રભુ કૃપાએ ના તકલીફ અડી જાય
મળેલ માનવદેહને પવિત્ર શ્રધ્ધાએ જીવતા,જીવનમાં શાંંતિમળી જાય
....એ પરમાત્માનો પ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા રાખીને જીવનમાં કર્મ કરાય.
પરમ ભક્ત જલારામને પવિત્ર રાહે જીવતા,પાવન પ્રેરણા મળી કૃપાએ
આંગળી ચીંધી જીવનમાં પાવનકર્મની,માબાપથી પણ દુર રહેવાનુ થાય
સત્કર્મનો સંગાથ મળ્યો જીવનમાં,જેથી ભુખ્યાને એ ભોજન આપી જાય
માનવદેહને પાવનરાહ મળીસમયે,જે પત્નિવિરબાઇના સાથથી મળીજાય
....એ પરમાત્માનો પ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા રાખીને જીવનમાં કર્મ કરાય.
કુદરતની આ પવિત્રકૃપા મળેલદેહપર,જે અપેક્ષા આશાને દુર રાખી જાય
સમયની સમજીને જીવનમાં ચાલતા,પરમાત્મા પ્રેરણા કરી દેહને દોરીજાય
ભજન અને ભોજનનો સંબંધ જીવનમાં,જે મળેલદેહને સમયથી સ્પર્શીજાય
જીવનમાં નિખાલસ ભાવનાથી ભોજનઆપતા,પ્રભુનીકૃપા જીવનેમળી જાય
....એ પરમાત્માનો પ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા રાખીને જીવનમાં કર્મ કરાય.
###############################################################
No comments yet.