July 5th 2021

. .પાર્વતી માતા
તાઃ૫/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ અને શક્તિશાળી પ્રભુ,હિંદુધર્મમાં શંકરભગવાન કહેવાય
પવિત્રપ્રેમાળ એપાર્વતીના પતિથયા,જે પાર્વતીપતિ મહાદેવથી પુંજાય
....ભારતની ભુમીને પવિત્રકરવા,ગંગા નદીને એ હિમાલયથી વહાવી જાય.
માતા પાર્વતીની કૃપાથી,પવિત્રપુત્ર ગણેશ અને કાર્તિકેય જન્મી જાય
દીકરી અશોકસુંદરી પણ જન્મી જાય,જે પવિત્ર સંતાનથી ઓળખાય
પવિત્રપુત્ર શ્રી ગણેશને હિંદુ ધર્મમાં,જગતમાં ભાગ્યવિધાતાય કહેવાય
પવિત્રકૃપા માબાપની મળી શ્રીગણેશને,એ વિઘ્નવિનાયકથી એપુંજાય
ભગવાને અનેક જન્મલીધાછે અવનીપર,જે માનવદેહપર કૃપા કરીજાય
....ભારતની ભુમીને પવિત્રકરવા,ગંગા નદીને એ હિમાલયથી વહાવી જાય.
શંકર ભગવાનનો પવિત્રપ્રેમ મળે,સંગે માતાપાર્વતીની પવિત્રકૃપાથાય
પવિત્રભુમી જગતમાં ભારતની છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
જીવને મળેલ જન્મ અવનીપર,જે ગત જન્મના કર્મથીજ મળતો જાય
પવિત્રરાહ મળે દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
જીવને અવનીપર દેહ મળે,જે કર્મના સંબંધે જન્મમરણથી અનુભવાય
....ભારતની ભુમીને પવિત્રકરવા,ગંગા નદીને એ હિમાલયથી વહાવી જાય.
===========================================================
No comments yet.