August 2nd 2021
**
**
. .શ્રી ભોલે ભંડારી
તાઃ૨/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રદેહથી જન્મલીધો ભારતમાં,જે ભોલેનાથથી ઓળખાય
એ માતા પાર્વતીના પતિ શંકર ભગવાન કહેવાય,સોમવારે પુંજા કરાય
.....શિવલીંગપર દુધ અર્ચના કરી પ્રભાતે,ૐ નમઃ શિવાય મંત્રથી વંદન કરાય.
પવિત્રદેહ લીધો ભારતમાં,સંગે હિમાલયના પુત્રી પાર્વતીનાએ પતિ થાય
પવિત્ર ગંગાનદીને વહાવી માથાની જટાથી.જે જીવને મુક્તિ આપી જાય
પરમશક્તિશાળી વ્હાલા પરમાત્માછે,શ્રધ્ધાથી ભક્તિકરતા કૃપા મેળવાય
ભક્તિની પવિત્રરાહપકડતા જીવનમાં,બમબમ ભોલે મહાદેવપણ કહેવાય
.....શિવલીંગપર દુધ અર્ચના કરી પ્રભાતે,ૐ નમઃ શિવાય મંત્રથી વંદન કરાય.
અનેક નામથી શંકરભગવાન કૃપાકરી જાય,સંગે માતાપાર્વતીનીકૃપા થાય
પવિત્ર સંતાન શ્રી ગણેશ જે વિધ્નહર્તા,સંગે ભાગ્યવિધાતાથી ઓળખાય
રીધ્ધીસિધ્ધીના એ પતિદેવ થાય,સંગે શુભ અને લાભનાએપિતા કહેવાય
કાર્તિકેય એ બીજા પુત્ર થયા અને દીકરી તરીકે અશોકસુંદરી જન્મીજાય
.....શિવલીંગપર દુધ અર્ચના કરી પ્રભાતે,ૐ નમઃ શિવાય મંત્રથી વંદન કરાય.
################################################################
No comments yet.