August 5th 2021
**
**
. .આવ્યા શેરડીથી
તાઃ૫/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ વ્હાલા શ્રીસાંઇબાબા,ભક્તોની પવિત્રશ્રધ્ધાને પારખી
આવ્યા પવિત્ર શેરડીગામથી અહીં,હ્યુસ્ટનમાં પવિત્રકૃપા કરી જાય
...જગતમાં આંગળી ચીંધી માનવદેહને,ના નાતજાતને પકડીને દુર રહેવાય.
પવિત્રદેહથી પરમાત્માએજ દેહ લીધો,જે સાંઇબાબાથી ઓળખાય
શેરડીગામને પવિત્રકરવા,પાર્થલીગામથી પવિત્રભક્તિથી આવીજાય
નિરાધારદેહને મદદ કરતા દ્વારકામાઈ,પવિત્ર ભક્તિશાળી કહેવાય
પવિત્રરાહે જીવન જીવવા માનવદેહને,શ્રધ્ધાસબુરીથી સમજાઈજાય
...જગતમાં આંગળી ચીંધી માનવદેહને,ના નાતજાતને પકડીને દુર રહેવાય.
અનેકદેહથી જીવને જન્મ મળે અવનીપર,માનવદેહએ કૃપા કહેવાય
સમયનીસાથે ચાલતા માનવદેહને,ગતજન્મના કર્મથી દેહ મળી જાય
અવનીપરના માનવદેહને પવિત્રભક્તિની,સાંઇબાબા પ્રેરણાકરી જાય
એવા વ્હાલા બાબાની કૃપાથી,ૐ શ્રી સાંઇનાથાય નમઃ થી પુંજાય
...જગતમાં આંગળી ચીંધી માનવદેહને,ના નાતજાતને પકડીને દુર રહેવાય.
###########################################################
No comments yet.