August 7th 2021
**
**
. .શક્તિશાળી બળવાન
તાઃ૭/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં શ્રીરામના પવિત્રભક્ત હનુમાન,જે પરમ શક્તિશાળી કહેવાય
શ્રીરામસીતાના ખુબજ વ્હાલા ભક્ત,એ પવનપુત્ર સંગે માતા અંજનીપુત્ર
....જગતમાં મહાવીર સંગે બાહુબલીથી ઓળખાય,જે શ્રી હનુમાનથીજ પુંજાય.
પાવનરાહમળી માતા અંજનીની કૃપાએ,જે શક્તિશાળી પવનપુત્ર કહેવાય
પ્રભુએ જન્મલીધો અયોધ્યામાં શ્રીરામથી,જે રાજા દશરથનાપુત્ર પુત્રકહેવાય
ભોલેનાથની કૃપાએ રાજા રાવણ,શ્રીરામની પત્નિ સીતાને લંકા લાવી જાય
શ્રીરામને તકલીફ પડતા હનુમાન,રામલક્ષ્મણને ઉડાવીને પત્નિ બતાવીજાય
....જગતમાં મહાવીર સંગે બાહુબલીથી ઓળખાય,જે શ્રી હનુમાનથીજ પુંજાય.
પરમાત્માની કૃપાએ પિતા પવનદેવનો પ્રેમ,સંગે માતા અંજનીની કૃપા થાય
સમયે શ્રીરામનાભાઈ લક્ષ્મણ બેભાનથયા,હનુમાનઉડીને સંજીવની લાવીજાય
મહાવીર ભક્ત થયા શ્રીરામના હિંદુધર્મમાં,જેમની શ્રીરામ સંગેજ પુંજા કરાય
ભારતની ધરતીને પવિત્રકરતા પ્રભુએ જન્મલઈ,દેહથી ભક્તોપરકૃપા કરીજાય
....જગતમાં મહાવીર સંગે બાહુબલીથી ઓળખાય,જે શ્રી હનુમાનથીજ પુંજાય.
#############################################################
No comments yet.