August 17th 2021
**
**
. .પવિત્રકૃપાળુ શ્રી ગણેશ
તાઃ૧૭/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા પાર્વતીના એ પવિત્રસંતાન,સંગે શંકર ભગવાનના લાડલા દીકરાય કહેવાય
હિંદુ ધર્મમાંજ એ મળેલદેહના ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તા થઈ કૃપાજ કરીજાય
....અજબશક્તિશાળી પરમાત્માનોદેહ જગતમાં,જે સિધ્ધીવિનાયક શ્રીગણેશથી ઓળખાય.
જીવનુ અવનીપરનુ આગમનવિદાયએ કર્મ,જે ગતજન્મે મળેલદેહના જીવનમાંથાય
નાકોઇજ દેહની તાકાત અવનીપર જીવનમાં,જે પરમાત્માના દેહની કૃપા મેળવાય
પવિત્રકૃપાળુ શ્રીશંકર ભગવાન છે,જેમને હિંદુ ધર્મમાં શ્રી ભોલેનાથથીય ઓળખાય
શીવલીંગપર દુધ અર્ચના કરીને વંદન કરી,ૐ નમઃ શિવાય મંત્ર જપી પુંજા કરાય
....અજબશક્તિશાળી પરમાત્માનોદેહ જગતમાં,જે સિધ્ધીવિનાયક શ્રીગણેશથી ઓળખાય.
પવિત્રકૃપાળુ શંકર ભગવાન છે હિંદુધર્મમાં,હિમાલયની પુત્રી પાર્વતી પત્ની થઈ જાય
પવિત્રકુળને આગળ વધારતા,શ્રીગણેશ શ્રીકાર્તિકેય અને પુત્રીઅશોકસુંદરી જન્મીજાય
પવિત્ર હિંદુ ધર્મમાં પ્રભુ અનેક દેહથી,ભારતદેશમાં જન્મ લઈને પવિત્રકૃપા કરી જાય
પવિત્રસંતાન શ્રીગણેશ છે તેમની રિધ્ધીસિધ્ધી પત્ની છે,શુભ લાભ સંતાન થઈ જાય
....અજબશક્તિશાળી પરમાત્માનોદેહ જગતમાં,જે સિધ્ધીવિનાયક શ્રીગણેશથી ઓળખાય.
ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ
No comments yet.