August 21st 2021
***
***
. .હર હર ભોલેનાથ
તાઃ૨૧/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શક્તિશાળી પરમાત્માના દેહ છે,જે ભારતમાં જન્મ લઈ જાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશ કરી જાય,નાકોઇ દેશને માન અપાય
....એ પવિત્રદેહ ભગવાનના,જે મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
પવિત્રદેહ લીધો જે શંકરભગવાન કહેવાય,સંગે હરહર મહાદેવ કહેવાય
ભારતની ધરતીપર પવિત્રગંગાજળ લાવ્યા,જે પવિત્રગંગાનદીથીવહીજાય
અદભુતકૃપાળુ હિંદુધર્મમાં છે,જે માનવદેહથી ૐ નમઃશિવાયથી પુંજાય
સોમવારના દીવસે શિવલીંગ પર,દુધ અર્ચના કરીને શ્રધ્ધાથી વંદનથાય
....એ પવિત્રદેહ ભગવાનના,જે મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
પવિત્ર શંકર ભગવાનની પુંજા કરીને,તેમને અનેકનામથી પ્રાર્થના કરાય
પરમકૃપા મહાદેવ હરહર ભોલેનાથ,બમબમભોલે મહાદેવ પણ કહેવાય
શંકરભગવાન પ્રભુછે હિંદુધર્મમાં,જે હિમાલયનીપુત્રી પાર્વતીના પતિથાય
શ્રીગણેશ શ્રીકાર્તિકેય એ સંતાન જન્મ્યા,પુત્રી અશોકસુંદરી જન્મી જાય
....એ પવિત્રદેહ ભગવાનના,જે મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવી જાય.
##########################################################
No comments yet.