August 22nd 2021
**
**
. .શ્રી શંકર ભગવાન
તાઃ૨૨/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહ લીધો પ્રભુએ ભારતદેશમાં,જે શંકરભગવાનથી ઓળખાય
મળેલ માનવદેહથી પવિત્ર કામ કરતા,અજબશક્તિશાળી થઈ જાય
....તેમને ધુપદીપથી પુંજા કરી,ૐ નમઃ શિવાય મંત્ર જપીને વંદન કરાય.
પવિત્રગંગા નદીનેવહાવી જટાપરથી ભારતમાં,જે પવિત્રનદી કહેવાય
અજબશક્તિશાળી એ પરમાત્માનો દેહ હતો,એ જન્મથી પધારીજાય
સમયસાથે ચાલતા જીવનમાં,એ હિમાલયનીપુત્રી પાર્વતીના પતિ થાય
પવિત્રકુટુંબ ભગવાનનુ હિંદુધર્મમાં,જે અવનીપરના આગમનથી દેખાય
....તેમને ધુપદીપથી પુંજા કરી,ૐ નમઃ શિવાય મંત્ર જપીને વંદન કરાય.
પ્રભુકૃપાએ માનવદેહમળે જીવને,એગતજન્મના દેહનાસત્કર્મથી મેળવાય
શંકર ભગવાનનો પવિત્ર પરિવાર ભારતમાં,માતા પાર્વતીથી મળી જાય
પવિત્ર સંતાન શ્રી ગણેશ ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તાથી પુંજન કરાય
કાર્તિકેય એ પણ સંતાન થયા,અને દીકરી અશોકસુંદરીપણ જન્મીજાય
....તેમને ધુપદીપથી પુંજા કરી,ૐ નમઃ શિવાય મંત્ર જપીને વંદન કરાય.
*********************************************************
August 22nd 2021
*
*
. .પવિત્ર આશિર્વાદ
તાઃ૨૨/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રમાસમાં શ્રધ્ધારાખીને ધુપદીપથી,માતા દુર્ગાની પુંજા કરાય
કૃપામળે માતાની જીવનમાં,જે ઘરમાં માતાને વંદનકરીને પુંજાય
....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જેમને પવિત્ર શ્રધ્ધાએ વંદન કરાય.
પવિત્રકૃપામળે મળેલ માનવદેહને,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય
અનંતકૃપાળુ માતા છે હિંદુધર્મમાં,એ મળેલદેહને પવિત્ર કરી જાય
મળેલદેહને કર્મનો સંબંધછે જીવનમાં,માતાની કૃપાનો અનુભવથાય
પુંજાપછી વંદનકરી'ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહા'મંત્ર બોલાય
....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જેમને પવિત્ર શ્રધ્ધાએ વંદન કરાય.
પરમકૃપાળુ દુર્ગામાતા છે હિંદુધર્મમાં,જે ભારતદેશને પવિત્રકરી જાય
જીવને માનવદેહમળે અવનીપર,એ પરમાત્માની પવિત્ર કૃપાકહેવાય
માનવદેહથી શ્રધ્ધારાખીને ઘરમાંજ,માતાને ધુપદીપકરીને પુંજા થાય
દુર્ગામાતાની કૃપામળી જીવનમાં,જે માતાના આશિર્વાદથીજમેળવાય
....એ પવિત્ર શક્તિશાળી માતા છે,જેમને પવિત્ર શ્રધ્ધાએ વંદન કરાય.
#######################################################
August 22nd 2021
**
**
. .કલમની પવિત્રરાહ
તાઃ૨૨/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પવિત્ર માતા સરસ્વતી,જે કલમપ્રેમીઓપર કૃપા કરી જાય
સમયની સાથે કલમપકડીને ચાલતા,હ્યુસ્ટનના કલમપ્રેમીઓ ઓળખાય
....પવિત્રરાહે સમયનીસાથે ચાલતા,કલમથી રચનાથતા જગતમાં પ્રેરણાઆપી જાય.
મળેલ માનવદેહપર પરમાત્માની કૃપા,જેસમય સમજતા જીવન જીવાય
માતાનીકૃપાથી કલમનીરાહ મળૅ દેહને,જે કલમપ્રેમીઓને પ્રેરણા થાય
શ્રધ્ધારાખીને જીવન જીવતા કૃપા મળે,નાકોઇ અપેક્ષા જીવનમાંરખાય
જગતપર માનવદેહમળે ગતજન્મના કર્મથી,નાકોઇ જીવથી દુર રહેવાય
....પવિત્રરાહે સમયનીસાથે ચાલતા,કલમથી રચનાથતા જગતમાં પ્રેરણાઆપી જાય.
પ્રેમ મળે કલમપ્રેમીઓનો હ્યુસ્ટનમાં,જે સાહિત્ય સરીતાને વહાવી જાય
અદભુત કલમપ્રેમીઓ છે અવનીપર,એદુનીયામાં તેમનીરચનાથી દેખાય
માતાની પવિત્રકૃપાની રાહ મળી દેહને,જે કલમની રચનાથીજ સમજાય
પાવનરાહે જીવતા સમયની કૃપામળે,એ પ્રેમીઓનો પ્રેમ મળતા દેખાય
....પવિત્રરાહે સમયનીસાથે ચાલતા,કલમથી રચનાથતા જગતમાં પ્રેરણાઆપી જાય.
#################################################################