August 23rd 2021
**
**
. .શ્રધ્ધાની ભક્તિ
તાઃ૨૩/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મમળતા માનવદેહ મળે જીવને,જે પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
જીવનેસંબંધ ગતજન્મના દેહનાકર્મનો,એ અવનીપર આગમન આપીજાય
....અજબકૃપાળુ પરમાત્મા ધરતીપર,જે જીવોને જન્મમરણના બંધનથી છોડી જાય.
ભારતની ધરતીને પવિત્ર કરવા,હિંદુધર્મમાં દેવઅનેદેવીઓથી જન્મી જાય
મળેલ માનવદેહથી શ્રધ્ધાથી ભક્તિકરતા,કૃપાએજ પવિત્ર જીવન જીવાય
અનેકદેહથી પરમાત્માએ કૃપા કરી,જે મળેલદેહને પાવનરાહ આપી જાય
દુર્ગામાતાના પવિત્રદેહથી જન્મલઈ,શ્રધ્ધાથી પુંજાકરતાદેહને કૃપામળીજાય
....અજબકૃપાળુ પરમાત્મા ધરતીપર,જે જીવોને જન્મમરણના બંધનથી છોડી જાય.
પવિત્ર માતાનાદેહથી ભારતમાં જન્મ્યા,એમાનવદેહપર માતાનીકૃપા થાય
શ્રધ્ધારાખીને ઘરમાં માતાની ધુપદીપથી પુંજા કરીને,શ્રધ્ધાથી વંદન કરાય
આંગણે આવી માતાનીકૃપા મળે જીવનમાં,એ માનવદેહને અનુભવ થાય
પરમકૃપાળુ દુર્ગામાતા હિંદુ ધર્મમાં,જે માનવદેહને પવિત્રજીવનઆપી જાય
....અજબકૃપાળુ પરમાત્મા ધરતીપર,જે જીવોને જન્મમરણના બંધનથી છોડી જાય.
#################################################################
No comments yet.