August 26th 2021
. .અવનીપર અવિનાશી
તાઃ૨૬/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં મળેલ માનવદેહ એ પ્ર્ભુનીકૃપા,જે ભારતદેશને પવિત્ર કરી જાય
પરમાત્મા અનેક દેહથી જન્મ લઈ જાય,એ હિંદુધર્મમાં ધરતી પાવન થાય
.....પરમકૃપાએ દેહ મળે પરમાત્માના જીવને,જે અનેક નામથી ધુપદીપકરીને પુંજાય.
શંકરભગવાન એપરમકૃપાળુ દેવ છે,જે હિમાલયપર જટાથીગંગા વહાવી જાય
પવિત્ર ગંગાનદીનુ જળ એ અમૃત કહેવાય,જે ભારતની ભુમી પવિત્રકરી જાય
અજબશક્તિશાલી એદેવછે,જેમને પવિત્રમાતા પાર્વતીના પતિદેવથી ઓળખાય
હિંદુ ધર્મમાં પાવનકૃપા મળે માનવદેહને,જ્યાં ૐ નમઃ શિવાયથી પુંજન કરાય
.....પરમકૃપાએ દેહ મળે પરમાત્માના જીવને,જે અનેક નામથી ધુપદીપકરીને પુંજાય.
પરમાત્માની પવિત્રકૃપા ધરતીપર,જે હિંદુધર્મમાં પવિત્ર શ્રાવણમાસ આપી જાય
આંગણે આવી પરમાત્માની કૃપા મળે,જ્યાં પવિત્રમાસમાં ધુપદીપથી પુંજાકરાય
પરમકૃપાળુ અવનીપર અવિનાશી ભોલેનાથ,એજ પુજ્ય શંકર ભગવાન કહેવાય
પવિત્રનામથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,શ્રધ્ધાથી માળાજપતા પ્રરમકૃપા મળીજાય
.....પરમકૃપાએ દેહ મળે પરમાત્માના જીવને,જે અનેક નામથી ધુપદીપકરીને પુંજાય.
################################################################
No comments yet.