August 29th 2021
%%
%%
. .પવિત્રકૃપાળુ ભોલેનાથ
તાઃ૨૯/૮/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતની ધરતીને પવિત્રકરવા,હિંદુધર્મના ભગવાન પવિત્રદેહથી જન્મ લઈજાય.
અવનીપર જીવને ગત જન્મના કર્મથી,અનેકદેહ મળે જેસમય સાથે લઈ જાય
....માનવદેહ એ પવિત્રકૃપાએજ જીવને મળે,જ્યાં પરમાત્માની પાવનકૃપાએ મેળવાય.
પરમાત્મા ભારતની ભુમીને હિંદુધર્મથી પવિત્ર કરવા,અનેક દેહથી જન્મી જાય
પવિત્રકૃપા કરવા ભક્તોપર શંકરભગવાનથી,જન્મલઈ પવિત્રદેશમાં આવી જાય
ભારતની ભુમીપર પવિત્રગંગા નદી જટાથી વહાવી,દેશને પાવન એ કરી જાય.
માનવદેહને ગંગાજળથી શિવલીંગપર અર્ચનાકરી,શ્રી શંકરભગવાનની પુંજા થાય
....માનવદેહ એ પવિત્રકૃપાએજ જીવને મળે,જ્યાં પરમાત્માની પાવનકૃપાએ મેળવાય.
પવિત્રપ્રેમાળ શંકરભગવાન જીવનમાં,હિમાલયની પુત્રી પાર્વતી પત્નિ થઈ જાય
પાવનરાહે જીવન જીવતા ભક્તોપર કૃપા કરે,જ્યાં ભક્તોથી શ્રધ્ધાથી પુંજાકરાય
પરમશક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,જેમને પવિત્રસંતાન શ્રીગણેશ જન્મી જાય
પવિત્રસંતાન શ્રી ગણેશજી પવિત્રધર્મમાં,એભાગ્યવિધાતા અને વિઘ્નહર્તા કહેવાય
....માનવદેહ એ પવિત્રકૃપાએજ જીવને મળે,જ્યાં પરમાત્માની પાવનકૃપાએ મેળવાય.
####################################################################
No comments yet.