September 5th 2021
++
++
. .કૃપામળે માતાની
તાઃ૫/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રાવણમાસના પવિત્ર દીવસોમાં,પુંજાએ શંકરભગવાનની કૃપા મેળવાય
સંગે માતા પાર્વતીના આશિર્વાદ મળીજાય,જે પવિત્રજીવન આપી જાય
....એજ પવિત્રકૃપા ભગવાનની મળે,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપ કરીને પુંજા કરાય.
પવિત્ર પાર્વતીમાતાની કૃપામળે,સંગે વ્હાલાગણેશના આશિર્વાદ મેળવાય
મળેલ માનવદેહ પર પ્રભુની કૃપા થાય,જ્યાં શ્રાવણ માસમાં વંદન કરાય
પરમકૃપાળુ વ્હાલા શંકર ભગવાન છે,જેમને ૐનમઃશિવાયથી પુંજન થાય
વ્હાલા પાર્વતીમાતાની કૃપા મળે,જ્યાં શ્રધ્ધારાખીનેજ માતાની પુંજા થાય
....એજ પવિત્રકૃપા ભગવાનની મળે,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપ કરીને પુંજા કરાય.
માનવદેહ કૃપાએ પાવનરાહ મળે જીવનમાં,નાકોઇ આશા અપેક્ષા રખાય
પવિત્રદેહ લીધા ભારતમાં,જે હિંદુધર્મ પર પરમાત્માની પાવનકૃપા કહેવાય
જન્મમરણ એસંબંધ જીવનો અવનીપર,જે ગતજન્મના કર્મથી મળતો જાય
નાકોઇથી છટકાય કેદુરરહેવાય,પણ ભગવાનના આશિર્વાદથી બચી જવાય
....એજ પવિત્રકૃપા ભગવાનની મળે,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપ કરીને પુંજા કરાય.
**************************************************************
September 5th 2021
. .શ્રધ્ધાળુ ભક્તિ
તાઃ૫/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે પરમાત્માની જીવનમાં,જે જન્મસફળ કરી જાય
મળેલ માનવદેહ એ કૃપા પ્રભુની,જે સમયને સાચવીને લઈજાય
....જગતમાં જીવને સંબંધ કર્મનો,જે મળેલ જન્મના દેહથી અનુભવાય.
જીવને માનવદેહ મળે અવનીએ,જીવને અનેકદેહથી બચાવી જાય
કુદરતની પાવનલીલા છે દુનીયામાં,ના કોઇ જીવથી કદી છટકાય
હિંદેધર્મ એપવિત્રધર્મછે જે મળેલદેહને,સત્કર્મનો સંગાથ આપીજાય
ભારતની ધરતીને પવિત્રકરી પ્રભુએ,જ્યાં અનેકદેહથી જન્મલઈજાય
....જગતમાં જીવને સંબંધ કર્મનો,જે મળેલ જન્મના દેહથી અનુભવાય.
માનવદેહને પવિત્ર જીવન મળે,એ દેહના થઈરહેલ કર્મથી મેળવાય
પરમાત્માની કૃપામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખી પ્રભુની પુંજા કરાય
જન્મમરણનો સંબંધ છે જીવને,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
પાવનકૃપા શંકરભગવાનની મળે,સંગે માતાપાર્વતીનો પ્રેમ મળીજાય
....જગતમાં જીવને સંબંધ કર્મનો,જે મળેલ જન્મના દેહથી અનુભવાય.
=======================================================
September 5th 2021
. .શાંન્તિ મળે કૃપાએ
તાઃ૫/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ હિંદુ ધર્મમાં શંકરભગવાન છે,જે પરમકૃપાળુ કહેવાય
શ્રધ્ધા રાખીને ૐ નમઃ શિવાયથી,શિવલીંગપર દુધ અર્ચના કરાય
.....પવિત્રધર્મમાં શ્રાવણ માસમાં,ધુપદીપકરીને ભોલેનાથની પુંજા થઈ જાય.
ભારતનીધરતીપર ભગવાન અનેકદેહથી,જન્મલઈ ભક્તિઆપી જાય
પરમકૃપાળુ શંકરભગવાન છે,જે ભારતની ભુમીપર ગંગાવહાવીજાય
પરમશક્તિશાળી એ પ્રભુછે,એ ભક્તોની શ્રધ્ધાભક્તિએ રાજી થાય
મળે કૃપા માનવદેહને જીવનમાં,જે પવિત્રનામથી હિંદુધર્મમાં પુંજાય
.....પવિત્રધર્મમાં શ્રાવણ માસમાં,ધુપદીપકરીને ભોલેનાથની પુંજા થઈ જાય.
હિંદુધર્મની જ્યોત પ્રગટે જગતમાં,જે મળેલદેહની ભક્તિથી મેળવાય
પાવનકૃપા ભોલેનાથની સંગે માતા પર્વતીની,કૃપા ભક્તોને મળીજાય
શિવલીંગપર શ્રધ્ધાથી પુંજન કરતા,ભક્તોના જીવનમાં સુખ મેળવાય
એપવિત્રકૃપા શંકરભગવાનની,જે શ્રાવણમાસની ભક્તિથી મળી જાય
.....પવિત્રધર્મમાં શ્રાવણ માસમાં,ધુપદીપકરીને ભોલેનાથની પુંજા થઈ જાય.
############################################################