September 18th 2021
. .અવનીપરનુ આગમન
તાઃ૧૮/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નાકોઇની તાકાત જગતમાં,કે નાકોઇ જીવની કેડીથી અવનીપરથી છટકાય
અજબશક્તિશાળી લીલા કુદરતની કહેવાય,નાકોઇથી સમયથી દુર રહેવાય
....જગતમાં પવિત્રકૃપા પરમાત્માની,જે મળેલ માનવદેહને શ્રધ્ધાએ સમજાઇ જાય.
અવનીપર અનેકદેહનો સંબંધ છે જીવને,એ સમયસંગે જન્મમરણ્થી મેળવાય
માનવદેહ જીવનેમળે એકૃપા પરમાત્માની,જે પ્રાણીપશુજાનવરથી બચાવીજાય
જીવને માનવદેહમળે જે ગતજન્મના કર્મથી,એ પ્રભુકૃપાએ જન્મમળતા દેખાય
જગતપર જીવનેપાવનરાહે પ્રેરવા,ભારતદેશમાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈજાય
....જગતમાં પવિત્રકૃપા પરમાત્માની,જે મળેલ માનવદેહને શ્રધ્ધાએ સમજાઇ જાય.
માનવદેહને જીવનમાં પ્રેરણાકરવા,પરમાત્મા પવિત્ર કૃપાએ દેહથી આવી જાય
પાવનરાહ જન્મથી મળેલદેહને પ્રેરણા કરવા,પ્રભુએ લીધેલ દેહથી પ્રેરણા થાય
સમયની સાથે ચાલતા સવાર પડતા,પ્રત્યક્ષ સુર્યદેવને ધુપદીપથી અર્ચના કરાય
ૐ હ્રીમ સુર્યાય નમઃ ના મંત્રથી વંદનકરતા,પ્રત્યક્ષદેવના આશિર્વાદ મળીજાય
....જગતમાં પવિત્રકૃપા પરમાત્માની,જે મળેલ માનવદેહને શ્રધ્ધાએ સમજાઇ જાય
################################################################.
No comments yet.