September 21st 2021
**
**
. મા પાવાતે ગઢથી
તાઃ૨૧/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તાલીપાડીને ગરબે ઘુમતા ભક્તોની,શ્રધ્ધાભક્તિ પારખી કૃપા મળતી થાય
શ્રધ્ધાથી ગરબેઘુમતા ભક્તોપર કૃપા કરવા,મા પાવાતે ગઢથી આવી જાય
.....એ પવિત્રકૃપાળુ કાળકા માતાજ છે,જે પાવાગઢથી આશિર્વાદ આપી જાય.
ભક્તોને અનંતશ્રધ્ધા મળી કૃપાળુમાતાની,એ તાલીપાડી ગરબેઘુમાવી જાય
પાવનકૃપા મળતા ભક્તોને તાલીઓના તાલ,સંગે ગરબેઘુમી ગરબા ગવાય
નવરાત્રીના પવિત્ર દીવસે ધુપદીપ કરી,સાંજે ગરબારમી માતાને વંદનકરાય
ઢોલનગારાનો સાથરાખી ગરબારમતા,માનવદેહપર કાળકામાતાની કૃપાથાય
.....એ પવિત્રકૃપાળુ કાળકા માતાજ છે,જે પાવાગઢથી આશિર્વાદ આપી જાય.
ભક્તોને જીવનમાં પવિત્રરાહમળે કૃપાએ,જે પવિત્રદીવસે માતાને વંદન થાય
તાલીઓના તાલે માતાને વંદન કરવા,શ્રધ્ધાએ ગરબેઘુમીને માતાને પુંજાથાય
પરમ શક્તિશાળી માતા છે એ પાવાગઢથી આવી,ભક્તોપર કૃપા કરી જાય
ગરબે ઘુમી તાલી પાડતા પવિત્રકૃપા મળે,જે માતાનો પવિત્રપ્રેમ આપી જાય
.....એ પવિત્રકૃપાળુ કાળકા માતાજ છે,જે પાવાગઢથી આશિર્વાદ આપી જાય.
================================================================
No comments yet.