September 24th 2021
.
.
. ગરબે રમજો
તાઃ૨૪/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર તહેવાર હિંદુધર્મમાં નવરાત્રી કહેવાય,જેમાં માતાની કૃપા મેળવાય
શ્રધ્ધારાખીને ભક્તો દાડિયા રાસ વગાડી,તાલી પાડીને ગરબે ઘુમી જાય
....માતાની પવિત્રકૃપા મળે નવરાત્રીમાં,જે હિંદુધર્મને જગતમાં પવિત્ર કરી જાય.
તાલી પાડતા ભક્તિનો પ્રેમ મળે,જે પવિત્ર ભાવનાથી રાસ રમાડી જાય
મળેલદેહના જીવને માતાનીકૃપા મળે,એ પવિત્રપ્રેરણા ગરબાથી મળીજાય
હિંદુ ધર્મને જગતમાં પવિત્ર કર્યો ભારતદેશથી,જ્યાં માતાનીકૃપા મેળવાય
નવરાત્રીનો નવદીવસનો તહેવારછે,જેમાં દુર્ગામાતાના નવસ્વરૂપને પુંજાય
....માતાની પવિત્રકૃપા મળે નવરાત્રીમાં,જે હિંદુધર્મને જગતમાં પવિત્ર કરી જાય.
હિંદુ ધર્મની પવિત્રરાહ જગતમાંજ પ્રસરે,એ ગુજરાતીઓનીજ શાન કહેવાય
દુનીયામાં પવિત્રકર્મની રાહમળે માનવદેહને,જ્યાં નિખાલસભાવનાથીજીવાય
નવરાત્રીના નવદીવસ નવમાતાની પુંજા કરાય,જે દુર્ગામાતાની કૃપા કહેવાય
તાલીપાડીને ગરબે ઘુમતા ભક્તોને,માતાની કૃપા સમય સંગે દેહને લઈજાય
....માતાની પવિત્રકૃપા મળે નવરાત્રીમાં,જે હિંદુધર્મને જગતમાં પવિત્ર કરી જાય.
##############################################################
No comments yet.