September 25th 2021
. .વડતાલ ધામ,હ્યુસ્ટન
તાઃ૨૫/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી શ્રધ્ધાળુ ભક્તોને,સ્વામીનારાયણ ભગવાનની
જે પવિત્ર વડતાલધામને,ભક્તોની પ્રેરણાએ હ્યુસ્ટન લાવી જાય
....પવિત્રશ્રધ્ધાળુ મદનમોહનભાઈ છે,જે ભક્તિથી પ્રભુને પ્રાર્થના કરી જાય.
મળીકૃપા પ્રભુની હ્યુસ્ટનમાં,જે ભક્તોને પવિત્રજીવન આપીજાય
ભજન ભક્તિનો સંગાથમળે જીવનમાં,એ પવિત્રકર્મ કરાવી જાય
શ્રધ્ધાથી સ્વામીનારાયણની ધુન કરીને,ધુપદીપકરીને વંદન કરાય
ભક્તોની શ્રધ્ધા પારખી વડતાલથી,હ્યુસ્ટન આવી કૃપા કરી જાય
....પવિત્રશ્રધ્ધાળુ મદનમોહનભાઈ છે,જે ભક્તિથી પ્રભુને પ્રાર્થના કરી જાય.
પરમાત્મા અનેકદેહથી જન્મલઈ,મળેલમાનવદેહને પ્રેરણા કરીજાય
પવિત્ર સ્વામીનારાયણથી પધારી,માનવીને ભક્તિરાહ આપી જાય
હિંદુધર્મની પવિત્રકૃપા જગતમાં,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
શ્રધ્ધાળુ ભક્તો પવિત્રધર્મને દુનીયામાં,ભક્તિથી પ્રેરણા આપી જાય
....પવિત્રશ્રધ્ધાળુ મદનમોહનભાઈ છે,જે ભક્તિથી પ્રભુને પ્રાર્થના કરી જાય.
જીવનમાં સમયસમજીને ચાલતા,મળેલદેહપર પરમાત્માની કૃપા થાય
હ્યુસ્ટનમાં પવિત્ર શ્રધ્ધાળુ ભક્તોથી,કૃપાએ વડતાલમંદીર બની જશે
પવિત્ર આચાર્યની વડતાલથી કૃપા મળશે,જે પવિત્રધામથી મળીજાય
મળેલદેહને પ્રભુ કૃપાએ,અંતે જીવને જન્મમરણથી મુક્તિ મળી જાય
....પવિત્રશ્રધ્ધાળુ મદનમોહનભાઈ છે,જે ભક્તિથી પ્રભુને પ્રાર્થના કરી જાય.
###########################################################