September 28th 2021
**
**
. ભક્તિની પવિત્રરાહ
તાઃ૨૮/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી પરમાત્માની અવનીપર,જે ભારતદેશથી દેખાય
ભારતદેશને પવિત્ર કરવા અનેકદેહથી,ભગવાન જન્મ લઈ જાય
...પ્રભુની કૃપાએ ભક્તિની પવિત્રરાહ પકડી,ભક્તો જગતમાં પ્રસરી જાય.
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જન્મમરણ દઈ જાય
અવનીપરનુ આગમન એસંબંધ જીવનો,નાકોઇ જીવથી છટકાય
શ્રધ્ધારાખીને મળેલ દેહથી પ્રભુની ભક્તિથી,પવિત્રકૃપા મેળવાય
અનેકદેહથી ભારતમાં જન્મલઈ,શ્રધ્ધાથી જીવતાદેહપર કૃપા થાય
...પ્રભુની કૃપાએ ભક્તિની પવિત્રરાહ પકડી,ભક્તો જગતમાં પ્રસરી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમળેલદેહથી પવિત્રભક્તિરાહ મેળવાય
પવિત્ર આંગળી ચીંધી પરમાત્માએ,જે ઘરમાં પ્રભુની માળા જપાય
ભગવાનના નામની માળાજપતા જીવનમાં,નાકોઇતકલીફ અડીજાય
એજ પરમાત્માની પવિત્રકૃપા,જગતમાં ભક્તોથી મંદીર કરાવી જાય
...પ્રભુની કૃપાએ ભક્તિની પવિત્રરાહ પકડી,ભક્તો જગતમાં પ્રસરી જાય.
##########################################################
No comments yet.