September 1st 2021
ૐૐ
ૐૐ
. .પવિત્રકૃપાળુ પિતા
તાઃ૧/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભાગ્યવિધાતા શ્રીગણેશના પવિત્રકૃપાળુ પિતા,શંકર ભગવાન કહેવાય
પરમશક્તિશાળી હિંદુધર્મમાં ભગવાન છે,જે પાર્વતીમાના પતિકહેવાય
....પવિત્રશક્તિશાળી દેહમળ્યો ભારતમાં,જે ગૌરીનંદન શ્રીગણેશથી ઓળખાય.
પરમાત્માએ દેહલીધો અવનીપર,જે શંકર ભગવાનને ભક્તોથી પુંજાય
પવિત્રશક્તિશાળી હતા ભારતમાં,હિમાલયથી પવિત્રગંગા વહાવી જાય
જગતમાં પવિત્રધરતી ભારતછે,જ્યાંપરમાત્મા અનેકદેહથી જન્મલઈજાય
અવનીપર પવિત્ર હિંદુધર્મને કર્યો,જ્યાં ધુપદીપકરી શ્રધ્ધાથી પુંજાકરાય
....પવિત્રશક્તિશાળી દેહમળ્યો ભારતમાં,જે ગૌરીનંદન શ્રીગણેશથી ઓળખાય.
પરમકૃપાળુ શંકરભગવાન છે,એમને બમબમભોલે મહાદેવથીય પુંજાય
પવિત્ર સંતાન શ્રીગણેશને ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તા પણ કહેવાય
શ્રધ્ધારાખીને પુંજા કરતા ગણેશની,પત્નિ રિધ્ધીસિધ્ધીની કૃપામેળવાય
પરિવારમાં શુભ અને લાભ સંતાન થયા,જે ભક્તોપર કૃપા કરી જાય
....પવિત્રશક્તિશાળી દેહમળ્યો ભારતમાં,જે ગૌરીનંદન શ્રીગણેશથી ઓળખાય.
==ૐ =ૐ =ૐ =ૐ =ૐ=ૐ =ૐ =ૐ =ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ=ૐ==
September 1st 2021
**
**
. .પ્રેમની જ્યોત પ્રગટે
તાઃ૧/૯/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમની ગંગા વહે છે જગતપર,જે માનવદેહને સમયે સ્પર્શી જાય
પાવનકૃપા પરમાત્માની મળેલદેહપર,એ ભગવાનની કૃપાએજ મળીજાય
...નિખાલસ ભાવનાથી જીવનજીવતા,મળેલ પ્રેમનીજ્યોત પ્રગટતા સુખ મળી જાય.
અવનીપર જીવનુ આગમન એગતજન્મે,જીવનમાં થયેલકર્મથી લાવીજાય
અનેકદેહનો સંબંધજીવને અવનીપર,માનવદેહ એ પાવનકૄપાએ મેળવાય
મળેલદેહથી ના કોઇજ અપેક્ષા રખાય,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય
પરમાત્માની ચીંધેલ આંગળીએ દેહને,પવિત્રપ્રેમનો સંગાથ પણ મળીજાય
...નિખાલસ ભાવનાથી જીવનજીવતા,મળેલ પ્રેમનીજ્યોત પ્રગટતા સુખ મળી જાય.
જગતમાં માનવદેહને નિખાલસપ્રેમ મળે,એમાનવદેહની ભક્તિએ મેળવાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિકરતા જીવનમાં,સમયના સાથનો અનુભવ પણથાય
અવનીપર પવિત્રભાવનાથી પવિત્રપ્રેમ મળે,એજ ભગવાનની કૃપા કહેવાય
માનવદેહને પ્રભુકૃપાએ જીવને,આવનજાવનથી દુર થતા મુક્તિ મળી જાય
...નિખાલસ ભાવનાથી જીવનજીવતા,મળેલ પ્રેમનીજ્યોત પ્રગટતા સુખ મળી જાય.
################################################################