October 4th 2021
**
**
. .સમજણનો સંગાથ
તાઃ૪/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલદેહથી કદી સમય નાપકડાય,જે પવિત્રકૃપા કહેવાય
પરમાત્માની પવિત્રપ્રેરણા છે જગતમાં,ભક્તિએ પવિત્રરાહ મળીજાય
....જન્મમરણનો સંબંધ છે જીવને,જે પરમાત્માની કૃપાએ દેહને પ્રેરી જાય.
માનવદેહ મળે જીવને સમયે,એગતજન્મે મળેલદેહના કર્મથીમેળવાય
અદભુત કૃપા અવનીપર પરમાત્માની,જે માનવદેહને સમયે સમજાય
જગતમાં સમયને કોઇથી પકડાય નહીં,પણ સમજણના સાથે ચલાય
મળેલમાનવ દેહને ઉંમરનો સંબંધ છે,એ સમયની સાથે ચલાવીજાય
....જન્મમરણનો સંબંધ છે જીવને,જે પરમાત્માની કૃપાએ દેહને પ્રેરી જાય.
માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ,ના કોઇ આશા અપેક્ષા અડી જાય
મળેલદેહની માનવતા મહેંકે કર્મથી,જ્યાં શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરાય
જગતમાં ભારતની પવિત્ર ધરતી છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
નિખાલસ ભાવનાથી ઘરમાં પ્રભુની પુંજા કરતા,એજન્મસફળ કરી જાય
....જન્મમરણનો સંબંધ છે જીવને,જે પરમાત્માની કૃપાએ દેહને પ્રેરી જાય.
###########################################################
No comments yet.