October 13th 2021
**
**
. .પવિત્રકૃપા નવરાત્રીની
તાઃ૧૩/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ
તાલી પાડીને ગરબા રમતા ભક્તો,સંગે દાંડીયા રાસ વગાડી ઘુમી જાય
માતાની પવિત્રકૃપામળે નવરાત્રી તહેવારમાં,જે શ્રધ્ધાથી ભક્તિથઈ જાય
.....પવિત્ર તહેવારમાં આજે આઠમના દીવસે,મહાગૌરી માતાને ગરબાથી પુંજાય.
નવરાત્રીના નવદીવસ દુર્ગામાતાના નવસ્વરુપને,ભક્તિભાવથી વંદન થાય
ભારતની ધરતીને પવિત્રકરી પરમાત્માએ,જ્યાં દેવદેવીઓથી જન્મલઇજાય
દાંડીયા રાસ વગાડી ગરબા રમતા ભક્તો,તાલી પાડીને નાચ કરતા જાય
દુર્ગામાતાની પવિત્રકૃપા ભારતદેશપર,એ પવિત્રનવરાત્રીનો તહેવારદઈજાય
.....પવિત્ર તહેવારમાં આજે આઠમના દીવસે,મહાગૌરીમાતાને ગરબાથી પુંજાય.
આરાસુરથી અંબામા ભક્તોપર કૃપાકરે,સંગેપાવગઢના કાળકામાતા હરખાય
રાસદાંડીયા સંગે મંજીરાવગાડતા ભક્તો,માતાને રાજી કરી ગરબા રમી જાય
જગતમાં માતાની પવિત્રકૃપાએ હિંદુધર્મ થયો,જે ભક્તોથી સમયેઉજવાઈજાય
હિંદુધર્મમાં જન્મ મળે માનવદેહનો,જે ગતજન્મના પવિત્ર કર્મથીજ મળી જાય
.....પવિત્ર તહેવારમાં આજે આઠમના દીવસે,મહાગૌરીમાતાને ગરબાથી પુંજાય.
================================================================
No comments yet.