October 28th 2021
##
##
.પવિત્રકૃપાળુ દુર્ગામાતા
તાઃ૨૮/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્ર દેવ અને દેવીઓથી,પ્રભુ ભારતદેશમાં જન્મ લઈ જાય
જીવને મળેલ માનવદેહને પવિત્રકૃપા મળે,જે મળેલદેહને પાવનકરી જાય
.....પવિત્ર માતાના સ્વરૂપની પુંજા કરતા,દુર્ગામાતાની ભક્તને કૃપા મળી જાય.
પવિત્રદેહથી અવનીપર જન્મ્યા માતા,જે કૃપાળુ દુર્ગામાતાથી ઓળખાય
શ્રધ્ધારાખીને માતાની પુંજા કરતા,ભક્તને માતાનીકૃપાનો અનુભવ થાય
જીવને મળેલ માનવદેહને કર્મનો સંબંધ,જે ગતજન્મના કર્મથી મળીજાય
પરમશક્તિશાળી દુર્ગા માતા છે,જેમને હિંદુધર્મમાં ધુપદીપથી વંદનકરાય
.....પવિત્ર માતાના સ્વરૂપની પુંજા કરતા,દુર્ગામાતાની ભક્તને કૃપા મળી જાય.
પાવનરાહે જીવન જીવવા માનવદેહને,હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
પવિત્ર દુર્ગામાતાના આશિર્વાદ મળે દેહને,જ્યાં માતાની ઘરમાં પુંજાથાય
ભક્તિની પવિત્રરાહે જીવન જીવતા માનવદેહપર,દુર્ગામાતાની કૃપા થાય
શ્રધ્ધાથી માતાને પુંજન કરીને વંદન કરતા,દુર્ગામાતા ઘરમાં પધારી જાય
.....પવિત્ર માતાના સ્વરૂપની પુંજા કરતા,દુર્ગામાતાની ભક્તને કૃપા મળી જાય.
***************************************************************
No comments yet.