October 18th 2021
બમ બમ ભોલેનાથ
તાઃ૧૮/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ શંકર ભગવાન હિંદુધર્મમાં,તેમને બમબમ ભોલેનાથ પણ કહેવાય
શ્રધ્ધારાખીને ધુપદીપ પ્રગટાવીને વંદન કરતા,ભક્તોપર પાવનકૃપાય થઈ જાય
.....એવા વ્હાલા પરમાત્માના સ્વરૂપને,ૐ નમઃ શિવાયથી માળા કરીને પુંજન કરાય.
પવિત્ર કૃપાળુ ભગવાન છે જે ભક્તોની ભક્તિએ,પરમપવિત્ર પ્રેમ આપી જાય
ભારતની ભુમીને પવિત્રકરવા શિરથી,પવિત્ર ગંગાનદીને વહાવી કૃપા કરીજાય
પવિત્ર શક્તિશાળી પ્રભુના દેહને,હિમાલયની પુત્રી પાર્વતી પતિદેવ કરી જાય
અજબશક્તિશાળી ભગવાન ભારતદેહમાં,જે પવિત્ર શંકરભગવાનથીઓળખાય
.....એવા વ્હાલા પરમાત્માના સ્વરૂપને,ૐ નમઃ શિવાયથી માળા કરીને પુંજન કરાય.
માતા પાર્વતીનો પવિત્રપ્રેમ જીવનમાં મળતા,પવિત્ર સંતાનોને જન્મ આપી જાય
પરમકૃપાળુ સંતાન શ્રીગણેશ કહેવાય,જે મળેલદેહના ભાગ્યવિધાતાય થઈ જાય
હિંદુધર્મમાં માનવદેહના એવિઘ્નવિનાયક,પણ કહેવાય જે મનુષ્યને બચાવી જાય
પવિત્ર બીજા સંતાન કાર્તિકેય કહેવાય,અને પવિત્ર દીકરી અશોકસુંદરી થઈજાય
.....એવા વ્હાલા પરમાત્માના સ્વરૂપને,ૐ નમઃ શિવાયથી માળા કરીને પુંજન કરાય.
=====================================================================
October 17th 2021
. .પવિત્ર નિર્મળપ્રેમ
તાઃ૧૭/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને સમયેમળે માનવદેહ અવનીપર,એ દેહપર પ્રભુની પાવન કૃપાજ કહેવાય
માનવદેહને પવિત્રકર્મનો સંબંધ જીવનમાં,જે શ્રધ્ધાભાવનાથી ભક્તિકરાવી જાય
.....પરમાત્માને ધુપદીપ કરીને પ્રાર્થના કરતા,દેહથી દેવદેવીઓનો નિર્મળપ્રેમ મેળવાય..
પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,જે મળેલમાનવદેહને સમયની સાથે લઈજાય
કુદરતની આ પવિત્રકૃપાછે જગતપર,એ જીવને મળેલદેહપર પવિત્રપ્રેમ મળીજાય
માનવદેહને થઈ રહેલકર્મથી પ્રભુનીકૃપા મળે,જે જીવને જન્મમરણથીજ મેળવાય
પાવનરાહે જીવન જીવવા પરમાત્મનો,પવિત્ર નિર્મળપ્રેમ મળતા કૃપા મળી જાય
.....પરમાત્માને ધુપદીપ કરીને પ્રાર્થના કરતા,દેહથી દેવદેવીઓનો નિર્મળપ્રેમ મેળવાય
અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,પ્રભુની પાવનકૃપાએજ માનવદેહ મેળવાય
અદભુત લીલા પરમાત્માએ લીધેલદેહની,જે ભારતથી શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
માનવદેહને કર્મનો સંબંધ મળે જીવનમાં,જે પવિત્ર સંબંધીઓનો પ્રેમ આપીજાય
જગતમાં ભારતની ભુમીને પવિત્ર કરી છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય
.....પરમાત્માને ધુપદીપ કરીને પ્રાર્થના કરતા,દેહથી દેવદેવીઓનો નિર્મળપ્રેમ મેળવાય.
********************************************************************
October 17th 2021
. પવિત્ર જન્મદીવસ
તાઃ૧૭/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર જન્મદીવસ વ્હાલા બનેવી,પુજ્ય સુરેશલાલનો પ્રેમથી આજે ઉજવાય
શ્રધ્ધાથી પ્રદીપ પરમાત્માનેપ્રાર્થના કરે,કે બનેવીને પવિત્ર આયુષ્ય મળીજાય
.....પુજ્યવ્હાલા શકુબેનના એ જીવનસાથી,જે દીકરી રેખા સપનાના માબાપ કહેવાય.
જન્મદીવસની શુભેચ્છા બેનનાભાઈ પ્રદીપ.સંગે રમા,રવિ,દીપલ,હિમાથીથાય
પવિત્ર સંતશ્રી જલારામને પ્રાર્થના,કે અમારા બનેવી પવિત્ર જીવન જીવી જાય
મળેલદેહને પરમાત્માની પાવનકૃપામળે,જે જીવનમાં મળેલદેહને સુખ મળીજાય
વ્હાલાબનેવીએ અમને પવિત્ર આંગળીચીંધી,જે અમને પવિત્રજીવન આપીજાય
.....પુજ્યવ્હાલા શકુબેનના એ જીવનસાથી,જે દીકરી રેખા સપનાના માબાપ કહેવાય.
માબાપનો પવિત્રપ્રેમ અમને મળ્યો,જે કુટુંબમાં મને ભાઇબહેનોથી મળતોજાય
પવિત્રરાહે જીવનજીવતા પરમાત્માની કૃપા મળે,જે મળેલદેહને પાવનકરી જાય
નાકોઇજ અપેક્ષા કે આશા રહે,એજ બહેન બનેવીનો પવિત્રપ્રેમ મળતો જાય
જીવનમાં સંતજલાસાંઇની પવિત્રકૃપા,સુરેશલાલને તનમનધનથી કૃપા કરી જાય
.....પુજ્યવ્હાલા શકુબેનના એ જીવનસાથી,જે દીકરી રેખા સપનાના માબાપ કહેવાય.
####################################################################
મારા વ્હાલા બનેવી પુજ્ય સુરેશલાલને તેમના જન્મદીવસ નીમિત્તે
પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીતકુમાર,હિમા તરફથી હાર્દીક શુભેચ્છા સહિત
જય જલારામ જય સાંઇબાબા. તાઃ૧૭/૧૦/૨૦૨૧ રવિવાર, (હયુસ્ટન)
===================================================================
October 16th 2021
. .પાવનકૃપા પરમાત્માની
તાઃ૧૬/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને જીવનમાં પરમાત્માની ભક્તિકરતા,મળેલદેહપર પ્રભુનીકૃપા થાય
જીવને મળેલ માનવદેહ જગતમાં,ગતજન્મના દેહથી થયેલકર્મથી મળતો જાય
......માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા જીવપર,જે મળેલદેહથી પવિત્રભક્તિ થાય.
અદભુતલીલા પરમાત્માની જગતપર,જે જીવને અનેકસંબંધથી જન્મમળી જાય
માનવદેહને સમયે સમજણ મળે,એ જીવનમાં પવિત્રરાહે જીવન જીવાડી જાય
હિંદુધર્મની પવિત્રકૃપા અવનીપર,જે ભારતદેશથી માનવદેહને પ્રેરણાઆપીજાય
પ્રભુએ અનેકદેહથી ભારતમાં જન્મલીધો,જે મળેલદેહને પવિત્રજીવનઆપી જાય
......માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા જીવપર,જે મળેલદેહથી પવિત્રભક્તિ થાય.
પરમાત્માના પવિત્રદેહ છે હિંદુધર્મમાં,જે અનેકદેહથી માનવદેહપર કૃપા કરીજાય
મળેલદેહથી પ્રભુની પુંજા ઘરમાં શ્રધ્ધાથી,ધુપદીપ કરીને પરમાત્માની ભક્તિથાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેમાં પરમાત્મા,અનેકદેહથી જન્મલઈ દર્શન આપીજાય
મળેલ દેહના જીવને પ્રભુની કૃપામળે,જે જીવને જન્મમરણથી મુક્તિ આપી જાય
......માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા જીવપર,જે મળેલદેહથી પવિત્રભક્તિ થાય.
====================================================================
October 15th 2021
***
***
. .પવિત્ર ધર્મની જ્યોત
તાઃ૧૫/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મમળેલદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં સમયેધર્મને સચવાય
એ પાવનરાહ દેહનેજ મળી જાય જીવનમાં,જે પવિત્ર ધર્મમાં પુંજા કરાય
....પવિત્ર હિંદુધર્મ જગતમા શ્રધ્ધાળુ ભક્તોથી,મળેલદેહને પવિત્રરાહ આપી જાય.
માનવદેહનો જન્મ ભારતમાં મળતા,જીવનમાં હિંદુધર્મની પાવનકૃપા થાય
હિંદુધર્મમાં પવિત્રશુધ્ધભોજન ઘરમાં કરાય,સંગે પ્રભુનાદેહની બક્તિકરાય
જગતમાં પવિત્રભારત છે,જ્યાં પરમાત્મા પવિત્ર દેવદેવીઓથી જન્મી જાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહમળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા થાય
....પવિત્ર હિંદુધર્મ જગતમા શ્રધ્ધાળુ ભક્તોથી,મળેલદેહને પવિત્રરાહ આપી જાય.
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે મળેલદેહના કર્મથીજ મળતો જાય
કુદરતની આ પવિત્રકૃપાજીવપર,જે પ્રાણીપશુ જાનવર પક્ષીથી બચાવી જાય
કર્મનીપવિત્રકેડીમળે મળેલદેહને,જ્યાં હિંદુધર્મમાં મળેલદેહથી પ્રભુનેવંદનથાય
જીવને મળેલદેહને ધર્મની પવિત્રજ્યોત મળૅ,જે પવિત્ર હિંદુ ધર્મમાં મળીજાય
....પવિત્ર હિંદુધર્મ જગતમા શ્રધ્ધાળુ ભક્તોથી,મળેલદેહને પવિત્રરાહ આપી જાય.
###############################################################
October 14th 2021
. .નવરાત્રીનો પ્રેમ
તાઃ૧૪/૧૦/૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નવરાત્રીના તહેવારમાં તાલી પાડીને ગરબા રમતા,દુર્ગામાતાની કૃપા મેળવાય
પવિત્ર તહેવાર હિંદુધર્મમાં,જે દુર્ગામાતાના નવસ્વરુપથી ભારતદેશથી ઉજવાય
....નવરાત્રીના નવદીવસ દુર્ગામાતાના નવદેહને,ગરબા ગાઈને ભક્તો વંદન કરી જાય.
હિંદુધર્મમાં પરમાત્માની પવિત્રકૃપાથી,ભારતદેશમાં દેવઅનેદેવીઓથી જન્મીજાય
પવિત્રકૃપા દુર્ગામાતાનીમળે ભક્તોને,જ્યાંનવરાત્રીમાં દાંડીયારાસથી ગરબારમાય
નવરાત્રીના નવદીવસ માતાની કૃપાથી,ભક્તિ કરતા નવદુર્ગામાતાને વંદન થાય
ભક્તોપર માતાની પાવનકૃપા છે,જે જગતમાં નવરાત્રીના યહેવારને ઉજવીજાય
....નવરાત્રીના નવદીવસ દુર્ગામાતાના નવદેહને,ગરબા ગાઈને ભક્તો વંદન કરી જાય.
નવદીવસના તહેવારમાં માતાના દરેક સ્વરૂપને,શ્રધ્ધાથી ગરબારાસ રમી પુંજાય
પવિત્રપ્રેમ માતાનોમળે ભક્તોને,જે પવિત્રતહેવાર માતાની પાવનકૃપાએ મેળવાય
નવરાત્રીના પવિત્રનવદીવસ મળે ભક્તોને,નવમાદીવસે સિધ્ધીદાત્રીમાતાને પુંજાય
એ શ્રધ્ધા ભક્તોની પવિત્ર નવરાત્રીના તહેવારે,જે માતાને ગરબારમીને પુંજીજાય
....નવરાત્રીના નવદીવસ દુર્ગામાતાના નવદેહને,ગરબા ગાઈને ભક્તો વંદન કરી જાય.
######################################################################
October 14th 2021
. .માતાનો પ્રેમ મળે
તાઃ૧૪/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ.
નવરાત્રીના પવિત્ર હિંદુ તહેવારમાં,દાંડીયારાસથી ભક્તો ગરબાથી રમી જાય
દુર્ગામાતાની પવિત્રકૃપાએ માતાના નવસ્વરૂપને,નવરાત્રીમાં પ્રેમથી વંદનથાય
.....ભક્તો તાલીપાડીને ગરબા રમતા,નવરાત્રીના તહેવારમાં માતાનો પ્રેમ મળી જાય.
પવિત્રતહેવાર મળે માતાનીકૃપાએ,જે દુનીયામા પવિત્ર નવરાત્રીથી ઓળખાય
દાંડીયારાસ લઈ ગરબે ઘુમતા ભક્તો,તાલીપાડીને માતાના નવદેહને પુંજીજાય
દુર્ગામાતાના નવસ્વરૂપે હિંદુધર્મમાં નવરાત્રીમળી,જે માતાની પવિત્રકૃપાકહેવાય
અદભુતકૃપા માતાની ભક્તોપર.જે મળેલમાનવદેહને નિખાલસ ભક્તિઆપીજાય
.....ભક્તો તાલીપાડીને ગરબા રમતા,નવરાત્રીના તહેવારમાં માતાનો પ્રેમ મળી જાય.
તાલીપાડીને ગરબા રમતા ભક્તોની,સંગે ઢોલનગારા વગાડીને સંગીત દઈ જાય
પવિત્રપ્રેમ મળ્યો ભક્તોને દુર્ગામાતાનો,જે સમયની સાથે પવિત્રતહેવાર ઉજવાય
તાલીપાડીને ગરબેધુમતા નવરાત્રીના નવમાનોરતે સિધ્ધીદાત્રીમાતાની પુંજા કરાય
દુનીયામાં હિંદુધર્મના પવિત્રનવરાત્રીના તહેવારને,ભક્તો સમયનીસાથે ઉજવીજાય
.....ભક્તો તાલીપાડીને ગરબા રમતા,નવરાત્રીના તહેવારમાં માતાનો પ્રેમ મળી જાય.
+++++++++++++ૐ+++ૐ+++ૐ+++ૐ+++ૐ+++ૐ+++ૐ+++ૐ+++ૐ++++++++++++
October 13th 2021
. .હિંદુ તહેવાર
તાઃ૧૩/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દુર્ગામાતાના નવસ્વરૂપની પુંજા કરવા,પરમાત્મા પવિત્રનવરાત્રી આપી જાય
શ્રધ્ધાથી હિંદુધર્મમાં ભક્તો માતાનેવંદન કરવા.તાલી પાડીને ગરબા રમીજાય
.....જગતમાં હિંદુ ધર્મમાં પરમાત્માની કૃપાએ,અનેક પવિત્ર તહેવારને સમયે ઉજવાય.
ભારતદેશમાં અનેકપવિત્ર દેવદેવીઓથી,જન્મલઈ માનવદેહપર કૃપા કરી જાય
કુદરતની કૃપાને જગતમાં નાકોઇજ રોકી શકે,કે નાકોઇજ દેહથી દુર રહેવાય
જીવને અવનીપર જન્મથી દેહ મળે,જે ગતજન્મના મળેલદેહથી દેહ મળીજાય
નવરાત્રીના પવિત્ર તહેવારમાં,દુર્ગામાતાના નવસ્વરૂપને ગરબા રમીનેજ પુંજાય
.....જગતમાં હિંદુ ધર્મમાં પરમાત્માની કૃપાએ,અનેક પવિત્ર તહેવારને સમયે ઉજવાય.
હિંદુ ધર્મમાં પવિત્રકૃપા પરમાત્માની છે,જે જગતમાં પવિત્ર તહેવારને સમજાય
ધુપદીપ કરી પવિત્ર શ્રધ્ધાએ ઘરમાં પુંજાકરાય,જે દેહને પવિત્રરાહ આપીજાય
નવરાત્રીના તહેવારે ગરબા રાસ રમીને ભક્તો,માતાનાસ્વરૂપને વંદન કરીજાય
પવિત્ર તહેવારને સમયે સાચવીને ઉજવતા,જીવનમાં અનંત શાંંતિ મળતી જાય
.....જગતમાં હિંદુ ધર્મમાં પરમાત્માની કૃપાએ,અનેક પવિત્ર તહેવારને સમયે ઉજવાય.
=====================================================================
October 13th 2021
**
**
. .પવિત્રકૃપા નવરાત્રીની
તાઃ૧૩/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ
તાલી પાડીને ગરબા રમતા ભક્તો,સંગે દાંડીયા રાસ વગાડી ઘુમી જાય
માતાની પવિત્રકૃપામળે નવરાત્રી તહેવારમાં,જે શ્રધ્ધાથી ભક્તિથઈ જાય
.....પવિત્ર તહેવારમાં આજે આઠમના દીવસે,મહાગૌરી માતાને ગરબાથી પુંજાય.
નવરાત્રીના નવદીવસ દુર્ગામાતાના નવસ્વરુપને,ભક્તિભાવથી વંદન થાય
ભારતની ધરતીને પવિત્રકરી પરમાત્માએ,જ્યાં દેવદેવીઓથી જન્મલઇજાય
દાંડીયા રાસ વગાડી ગરબા રમતા ભક્તો,તાલી પાડીને નાચ કરતા જાય
દુર્ગામાતાની પવિત્રકૃપા ભારતદેશપર,એ પવિત્રનવરાત્રીનો તહેવારદઈજાય
.....પવિત્ર તહેવારમાં આજે આઠમના દીવસે,મહાગૌરીમાતાને ગરબાથી પુંજાય.
આરાસુરથી અંબામા ભક્તોપર કૃપાકરે,સંગેપાવગઢના કાળકામાતા હરખાય
રાસદાંડીયા સંગે મંજીરાવગાડતા ભક્તો,માતાને રાજી કરી ગરબા રમી જાય
જગતમાં માતાની પવિત્રકૃપાએ હિંદુધર્મ થયો,જે ભક્તોથી સમયેઉજવાઈજાય
હિંદુધર્મમાં જન્મ મળે માનવદેહનો,જે ગતજન્મના પવિત્ર કર્મથીજ મળી જાય
.....પવિત્ર તહેવારમાં આજે આઠમના દીવસે,મહાગૌરીમાતાને ગરબાથી પુંજાય.
================================================================
October 13th 2021
**
**
. ભક્તિની પવિત્રરાહ
તાઃ૧૩/૧૦/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરબે રમતા ભક્તોને નવરાત્રીના તહેવારમાં,દુર્ગામાતાની કૃપા મળી જાય
તાલી પાડીને ગરબે રમતા,સંગે દાંડીયા રાસથીય માતાને રાજી કરીજવાય
....હિંદુધર્મને પવિત્રકર્યો માતાએ ભારતદેશથી,એ પવિત્રતહેવારોને હિંદુધર્મમાં ઉજવાય.
દુર્ગામાતાના નવસ્વરૂપની કૃપામળી,જે નવરાત્રીના નવદીવસમાં મળીજાય
હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરતા ભક્તોને,નવરાત્રીમાં ગરબે રમાડી જાય
માતાની પવિત્રકૃપામળે પવિત્ર તહેવારમાં,જે ભક્તોને પવિત્રરાહ આપીજાય
માનવદેહને ધર્મનો સંબંધ મળે,જગતમાં હિંદુધર્મમાં પ્રભુની કૃપા મળી જાય
....હિંદુધર્મને પવિત્રકર્યો માતાએ ભારતદેશથી,એ પવિત્રતહેવારોને હિંદુધર્મમાં ઉજવાય.
નવરાત્રીના નવદીવસ દુર્ગામાતાના નવસ્વરૂપને,તાલી પાડીને ગરબે રમીજાય
શ્રધ્ધાથી માતાના સ્વરૂપને પગેલાગવા,દાંડીયા રાસ વગાડીને વંદનકરી જાય
દુર્ગામાતાના નવસ્વરૂપમાં આઠમાસ્વરૂપે,મહાગૌરીમાતાને ગરબેરમીને પુંજાય
સમયની સાથે ચાલતા ભક્તોને માતાની કૄપામળે,જે પવિત્ર જીવન આપીજાય
....હિંદુધર્મને પવિત્રકર્યો માતાએ ભારતદેશથી,એ પવિત્રતહેવારોને હિંદુધર્મમાં ઉજવાય.
###################################################################