November 12th 2021
. મળે નિખાલસ પ્રેમ
તાઃ૧૨/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા મળે,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય
અવનીપર જીવનુ આગમન થાય,એ જીવનેમળેલ દેહથી ધરતીપર દેખાય
....આ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલદેહને નિખાલસપ્રેમ આપી જાય.
કલમની પવિત્રરાહ જીવનમાં મળે,જે કલમપ્રેમીઓના પ્રેમથી મળતી જાય
ભારતની ભુમીપર પરમાત્મા અનેકદેહથી,જન્મલઈ ધરતી પાવન કરી જાય
માનવદેહને પેરણામળે જીવનમાં,જ્યાં કલમનીપ્રેરીત માતાની કૃપામેળવાય
હિંદુધર્મમાં કલમપ્રેમી માતા સરસ્વતી છે,જે પ્રેમીઓને પ્રેરણા આપી જાય
....આ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલદેહને નિખાલસપ્રેમ આપી જાય.
અદભુતકૃપાળુ માતા સરસ્વતી છે,જે અનેકપવિત્ર પ્રેરણાથી ખુશ કરીજાય
કલમની પાવનરાહથી રચનાઓ થતા,પ્રેમીઓનો નિખાલસપ્રેમ મળતોજાય
પેરણા મળે કલમપ્રેમીઓને હ્યુસ્ટનમાં,જે અનેક રચનાઓથી પ્રેમ મેળવાય
હિંદુધર્મનીપવિત્રરાહ ભારતમાંલીધેલ,પરમાત્માના જન્મથી જગતમાંપ્રસરીજાય
....આ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલદેહને નિખાલસપ્રેમ આપી જાય.
###############################################################
November 12th 2021
**
**
.પવિત્રપ્રેમની પકડ
તાઃ૧૨/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની સાથે ચાલતા માનવદેહને,પરમાત્માની પાવનકૃપા મળી જાય
મળેલદેહને અવનીપર કર્મનો સંબંધ છે,જે જીવને જન્મમરણ દઈજાય
.....પવિત્રરાહે જીવન જીવતા સમય મળે,એ મળેલદેહથી પવિત્રપ્રેમ પકડાય.
અવનીપરનુ આગમનવિદાય જીવનેમળે.જે ગતજન્મના કર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપા છે ભારતદેશપર,જ્યાં અનેકસ્વરૂપે જન્મી જાય
હિંદુધર્મને પ્રભુની કૃપા મળી સમયે,જે પવિત્રધર્મની જ્યોત પ્રગટી જાય
જગતમાં પરમાત્માની પાવનકૃપા,એ હિંદુધર્મને જગતમાં પવિત્ર કરીજાય
.....પવિત્રરાહે જીવન જીવતા સમય મળે,એ મળેલદેહથી પવિત્રપ્રેમ પકડાય.
તાલીપાડીને ભગવાનને પ્રાર્થના કરતા,મળેલ માનવદેહપર કૃપા થઈજાય
શ્રધ્ધાભાવનાથી પરમાત્માની ભક્તિ કરતા,મળેલ દેહને પાવનરાહ મળે
સમયની સાથે ચાલતા માનવદેહને,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રહે
એજ પાવનકૃપા ભગવાનની જે હિંદુધર્મથી,મળેલદેહને સુખ આપીજાય
.....પવિત્રરાહે જીવન જીવતા સમય મળે,એ મળેલદેહથી પવિત્રપ્રેમ પકડાય.
=============================================================