November 15th 2021
**
**
. મળેલ સમયની સમજ
તાઃ૧૫/૧૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,મળેલ માનવદેહને અનુભવ થાય
જીવને જન્મ મળતા જીવનમાં,કર્મની કેડી મળે જે જીવનમાં કરાય
.....પવિત્રકર્મની પાવનરાહ મળે દેહને,જે મળેલ સમયની સમજ આપી જાય.
કુદરતની આ પવિત્રલીલા છે જગતપર,જીવને જન્મમળતા સમજાય
સમયને સમજી ચાલતા માનવદેહને,જીવનમાં નાકોઇ તકલીફ થાય
પવિત્રરાહે જીવન જીવવા હિંદુધર્મમાં,પ્રભુએ લીધેલદેહની પુંજાકરાય
શ્રધ્ધાભાવનાથી પરમાત્માની સેવાકરતા,મળેલદેહપર પાવનકૃપાથાય
.....પવિત્રકર્મની પાવનરાહ મળે દેહને,જે મળેલ સમયની સમજ આપી જાય.
જગતમાં પ્રભુની કૃપાએ પવિત્ર હિંદુધર્મ છે,જે જીવના દેહનેસમજાય
ઘરમાં ધુપદીપ કરી પરમાત્માની આરતી કરતા,પવિત્રકૃપા મેળવાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ સમયે જન્મમરણ આપી જાય
સમય સમજીનેચાલતા પાવનકૃપામળે,એ આવનજાવનથી બચાવીજાય
.....પવિત્રકર્મની પાવનરાહ મળે દેહને,જે મળેલ સમયની સમજ આપી જાય.
##############################################################
No comments yet.