December 6th 2021
**
**
. શિવશંકર ભોલેનાથ
તાઃ૬/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પરમાત્મા શ્રીશંકરભગવાન છે,જે ભોલેનાથ પણ કહેવાય
પરમ શક્તિશાળી એ મહાદેવ કહેવાય,એ પાર્વતીપતિથી ઓળખાય
....એવા વ્હાલા ભગવાન હિંદુધર્મમાં થયા,જેમને ૐ નમઃ શિવાયથી પુંજાય.
પવિત્ર શંકરભગવાન ધરતીપર,જે ભારતમાં પવિત્રગંગાનદી વહાવીજાય
હિમાલયની પવિત્ર પુત્રી પાર્વતી,એ શંકર ભગવાનની પત્નિ થઈ જાય
મળેલ માનવદેહને જીવનમાંપવિત્રકૃપાએ,સંબંધમળે જે સંતાનથી દેખાય
પવિત્રસંતાન શ્રીગણેશ અને શ્રીકાર્તિકેય,દીકરી અશોકસુંદરી જન્મી જાય
....એવા વ્હાલા ભગવાન હિંદુધર્મમાં થયા,જેમને ૐ નમઃ શિવાયથી પુંજાય.
માતાપિતાની કૃપાએ જન્મતા,શ્રી ગણેશ હિંદુધર્મમાં ભાગ્યવિધાતા થાય
અવનીપર જીવનેમળેલ માનવદેહને,પાવનરાહે જીવવા પ્રેરણા કરી જાય
શ્રીગણેશને હિંદુધર્મમાં વિઘ્નહર્તાથીપુંજાય,એરિધ્ધીસિધ્ધીના પતિકહેવાય
પરમાત્માના પવિત્ર પરિવારને માનવદેહથી,ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
....એવા વ્હાલા ભગવાન હિંદુધર્મમાં થયા,જેમને ૐ નમઃ શિવાયથી પુંજાય.
###############################################################
No comments yet.