January 7th 2022

. .સાચોજ પ્રેમ
તાઃ૭/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મળે પ્રભુનો માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને વંદન કરાય
જીવનમાં અનેકકર્મનો સંબંધ અવનીપર,જે દેહને સમયસાથે લઈ જાય
.....જગતપર કુદરતની આ લીલાજ કહેવાય.જે સમયે મળેલદેહને સમજાય.
માનવદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પેમીઓનેજ પ્રેમ આપી જાય
જીવને પરમાત્માની ક્રુપાએ માનવદેહમળે,એજ પ્રેભુના પ્રેમથી મેળવાય
લાગણી મોહને દુર રાખીને ભગવાનની,ઘરમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
પવિત્રસાચોપ્રેમ મળે પરમાત્માનો દેહને,જે જીવનમાં અનુભવઆપીજાય
.....જગતપર કુદરતની આ લીલાજ કહેવાય.જે સમયે મળેલદેહને સમજાય.
ભોલે ભંડારી શંકર ભગવાન છે હિંદુધર્મમાં,જે ૐ નમઃશિવાયથીય પુંજાય
માતા પાર્વતીના એપતિદેવ,સંગે ભાગ્યવિધાતા શ્રીગણેશના પિતા કહેવાય
પરમાત્માએ અનેકદેહથી જન્મલીધો ભારતમાં,જે પવિત્રદેશ પણ થઈજાય
પવિત્ર પ્રેમ મળ્યો ભક્તોને ભગવાનનો,એ જીવનમાં અનુભવ આપી જાય
.....જગતપર કુદરતની આ લીલાજ કહેવાય.જે સમયે મળેલદેહને સમજાય.
############################################################
No comments yet.