July 19th 2022
***
***
પવિત્ર પ્રેરણા મળી
તાઃ૧૯/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળ્યો જીવનમાં પવિત્ર ભક્તોનો,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
સમયનીસાથે ચાલતા ભગવાનની પાવનકૃપા,મળેલદેહને પાવનરાહે લઈ જાય
....એ પરમાત્માની પાવનકૃપા મળી હ્યુસ્ટનમાં,જે શ્રી સ્વામીનારાયણની પુંજા કરાય.
ભગવાનની પવિત્રકૃપાએ મંદીરમાં આરતી કરાય,સંગે શ્રધ્ધાથી ભજન ગવાય
પવિત્રપ્રેમાળ ભક્તોનો સંગાથ મળીજાય,જે સમયસર ભગવાનને વંદન કરાય
વડતાલના પવિત્રધામથી સ્વામીનારાયણના,આચાર્યના આશિર્વાદ મળી જાય
એ ભક્તોની સાચી શ્રધ્ધાળુ ભક્તિથી,પવિત્ર મંદીરની રચના સમયે થઈ જાય
....એ પરમાત્માની પાવનકૃપા મળી હ્યુસ્ટનમાં,જે શ્રી સ્વામીનારાયણની પુંજા કરાય.
સમયની સાથે ભક્તિ કરવા પ્રેરણા મળી,જે વડતાલધામનુ મંદીર કરાઈ જાય
પવિત્રસંતો ભગવાનની પુંજા કરવા સમયેઆવી જાય,જે પવિત્ર મંદીર કહેવાય
લાગણીમોહને દુર રાખીને આવતા,વડતાલના આચાર્યના આશિર્વાદ મળીજાય
જીવને મળેલદેહ પર ભગવાનની પવિત્રકૃપાએ,જીવને અંતે મુક્તિની કૃપા થાય
....એ પરમાત્માની પાવનકૃપા મળી હ્યુસ્ટનમાં,જે શ્રી સ્વામીનારાયણની પુંજા કરાય.
###################################################################
July 19th 2022
**
**
જીવનની પવિત્ર જ્યોત
તાઃ૧૯/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,એ જીવનમાં કર્મ કરાવી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળી,જે ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય
......અવનીપર પરમાત્માની કૃપા ભારતદેશથી,જે મળેલદેહના જીવને સુખ આપી જાય.
લાગણીમોહને દુરરાખીને જીવનજીવતા,માનવદેહને પવિત્રકર્મનો સાથ મળીજાય
મળેલદેહના જીવને પ્રેરણા મળે જીવનમાં,એ પ્રભુની પ્રેરણાએ ભક્તિ કરાવીજાય
અવનીપર પાવનકૃપા પરમાત્માનીછે,જે જીવના મળેલદેહને પ્રેરણાથી અનુભવાય
મળૅલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ સત્કર્મથી જીવની જ્યોતપ્રગટીજાય
......અવનીપર પરમાત્માની કૃપા ભારતદેશથી,જે મળેલદેહના જીવને સુખ આપી જાય.
પરમાત્માના દેહની સમયે પવિત્રસંતની પ્રેરણામળે,જે જીવનમાં સદમાર્ગે લઈજાય
જીવને માનવદેહ મળે એ પ્રભુનીકૃપા કહેવાય,એ દેહનાજીવથી મુક્તિમાર્ગેજવાય
મળેલદેહના જીવને સમયની સાથેજ ચલાય,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
અદભુતપ્રેરણા પરમાત્માની અવનીપર,જે જગતમાં મળેલદેહને પ્રેરણાથીઅનુભવાય
......અવનીપર પરમાત્માની કૃપા ભારતદેશથી,જે મળેલદેહના જીવને સુખ આપી જાય
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++