July 6th 2022
+++
+++
. પ્રેમની પાવનપકડ
તાઃ૬/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલદેહ એપ્રભુની કૃપા,જે જીવને માનવદેહ આપી જાય
જીવનમાં પવિત્રરાહ મળે માનવદેહને,એ પવિત્ર જીવન જીવાડી જાય
....પરમાત્માની પાવનકૃપાએ મળેલદેહને,શ્રધ્ધાથી પ્રભુની પાવનકૃપા મળી જાય.
અવનીપર જીવનેસંબંધમળે માનવદેહનો,જે ગતજન્મના કર્મથી મેળવાય
પવિત્રકૃપામળે પરમાત્માની જીવનમાં,જ્યાં જીવનમાં પ્રભુની ભક્તિકરાય
જીવને મળેલ માનવદેહને કર્મનો સંબંધ,જે જન્મમરણથીજ મળતો જાય
સમયની સાંકળ એ અદભુતલીલા અવનીપર,એજ પ્રભુની કૃપા કહેવાય
....પરમાત્માની પાવનકૃપાએ મળેલદેહને,શ્રધ્ધાથી પ્રભુની પાવનકૃપા મળી જાય.
પ્રેમ એપ્રભુનીક્રૃપા કહેવાય,જીવને મળેલ માનવદેહથી ના અપેક્ષા રખાય
પવિત્ર પાવનપ્રેમ મળે જીવને મળેલદેહને,એજ દેહને આનંદ આપી જાય
જીવનમાં નાકોઇ માગણી અડે,શ્રધ્ધાથી ભક્તિ કરતા પ્રભુકૃપા મળીજાય
પ્રેમની પાવનરાહ મળી જાય દેહને,જ્યાં પવિત્રરાહે જીવન જીવી જવાય
....પરમાત્માની પાવનકૃપાએ મળેલદેહને,શ્રધ્ધાથી પ્રભુની પાવનકૃપા મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 6th 2022
***
***
. કૃપા માનવદેહની
તાઃ૬/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપર અદભુતકૃપા પરમાત્માની,જે સમયે જીવને જન્મ આપી જાય
અનેકદેહનો સંબંધ અવનીપર જીવને,એ પ્રભુકૃપાએ જીવને મળતોજાય
....નાકોઇ જીવની તાકાત જગતમાં,જે સમયથી દુર રહીને મુક્તિ મેળવી જાય.
પરમાત્માની પાવનકૃપા અવનીપર,જે જીવને મળેલદેહને સમયે મેળવાય
અનેકદેહના સંબંધથી જીવને દેહ મળે,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
જીવને ગતજન્મના દેહના થયેલકર્મથીજ,જન્મથી અવનીપર દેહમળીજાય
જગતમાં નાકોઇજ જીવની તાકાત,જે જીવને જન્મમરણથી બચાવી જાય
....નાકોઇ જીવની તાકાત જગતમાં,જે સમયથી દુર રહીને મુક્તિ મેળવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરીજાય
હિંદુધર્મ પવિત્રધર્મછે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય
પરમાત્માના દેહની શ્રધ્ધાથી પુંજા કરતા,મળેલદેહના જીવને અનુભવથાય
જીવનમાં નાકોઇ અપેક્ષા કેઆશા રહે,એ પ્રભુની માનવદેહપર કૃપા થાય
....નાકોઇ જીવની તાકાત જગતમાં,જ સમયથી દુર રહીને મુક્તિ મેળવી જાય.
###############################################################
July 6th 2022
. પરમાત્માની પાવનકૃપા
તાઃ૬/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવનેસમયે માનવદેહમળે,એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય.
જન્મમરણનોસંબંધ જીવનેઅવનીપર,જે ગતજન્મના દેહના કર્મથીમેળવાય
....નાકોઇજ જીવની તાકાત જગતમાં.જે સમયે જીવને આવનજાવન આપી જાય.
પરમાત્માની કૃપાથી જીવને દેહથી જન્મ મળે,જે સમય સાથે મળતો જાય
નિરાધારદેહથી જન્મ મળે ધરતીપર,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી મળી જાય
ભગવાનની પાવનકૃપાએ જીવને માનવદેહમળે,જે જીવનમાં કર્મકરાવી જાય
પ્રભુની પવિત્રકૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
....નાકોઇજ જીવની તાકાત જગતમાં.જે સમયે જીવને આવનજાવન આપી જાય.
અદભુતકૃપા પ્રભુની ભારતદેશપરકહેવાય,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
જગતમાં પવિત્રભુમી ભારતની કરી,જ્યાં ભગવાનના દેહનીપવિત્ર પુંજા થાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,સંગે ઘરમાંજ ભગવાનની પુંજા પણકરાય
પરમાત્માની પાવનકૃપા મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપ કરીને પુંજાય
....નાકોઇજ જીવની તાકાત જગતમાં.જે સમયે જીવને આવનજાવન આપી જાય
****************************************************************
July 5th 2022

. .કર્મની પવિત્રકેડી
તાઃ૫/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા ધરતીપર,જે મળેલદેહને જન્મમળતા સમજાય
જગતમાં પ્રભુનીકૃપા ભારતદેશને પવિત્રકરવા,અનેકદેહથી જન્મી જાય
...જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે જીવને જન્મમરણથી મુક્તિ આપી જાય.
મળેલમાનવદેહ એ પ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં પ્રાણીપશુજાનવરઅનેપક્ષીનઓ દેહમળે,ના અપેક્ષાથી જીવાય
મળેલમાનવદેહને સમયની સમજણ અડે,એ પ્રભુની પાવનકૃપા કહેવાય
જીવને જન્મથી મળેલદેહના કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણ દઈજાય
...જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે જીવને જન્મમરજીવથી મુક્તિ આપી જાય.
જન્મ મળતા જીવને માનવદેહ મળે,એ પ્રભુકૃપાએ પવિત્રધર્મ આપીજાય
હિંદુધર્મ જગતમાંપવિત્રધર્મછે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
ભારતદેશમાં પ્રભુએ જન્મલીધો,માનવદેહથી શ્રધ્ધારાખીને પ્રભુનીપુંજાથાય
જીવના મળેલદેહથી ભક્તિકરતા,પવિત્રકર્મનીકેડીથી જીવનેમુક્તિમળીજાય
...જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે જીવને જન્મમરણથી મુક્તિ આપી જાય.
################################################################
July 5th 2022
. .પ્રેમની પહેચાન
તાઃ૫/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપાએ જીવને,અવનીપર માનવદેહ મળી જાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધમળે,જેદેહને જીવન જીવાડીજાય
....પવિત્રરાહે જીવન જીવતા પવિત્રપ્રેમનો સાથમળે,જે દેહને સુખઆપી જાય.
શ્રધ્ધારાખીને પ્રભુની ભક્તિ કરતા,જીવનમાં પવિત્રરાહ મળી જાય
મળેલદેહથી સમયે ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની પુંજા કરાય
પરમાત્માનો પ્રેમ મેળવવા શ્રધ્ધાથી પુંજન કરતા,કૃપાય મળતીજાય
માનવદેહને જીવનમાં મોહમાયાથી દુર રહેવા,પ્રભુનો પ્રેમ મળીજાય
....પવિત્રરાહે જીવન જીવતા પવિત્રપ્રેમનો સાથમળે,જે દેહને સુખઆપી જાય.
પવિત્રકૃપામળે માનવદેહને જીવનમાં,એમળેલદેહથી સમયસાથેચલાય
દેહને અવનીપર કર્મનો સંબંધ.જે ગતજન્મના દેહના કર્મથીમેળવાય
પ્રભુની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથીજન્મીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતથી,જેજીવને મુક્તિઆપીજાય
....પવિત્રરાહે જીવન જીવતા પવિત્રપ્રેમનો સાથમળે,જે દેહને સુખઆપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 4th 2022
. .અનુભવનો સાથ
તાઃ૪/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ પવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહને અનુભવ આપી જાય
જગતમાં સમયનો સંગાથ રાખીને જીવન જીવતા,પ્રભુનીકૃપા મળી જાય
...અવનીપર જીવનુ આગમન અનેકદેહથી થાય,માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય.
ગતજન્મના મળેલદેહના થયેલ કર્મથી,જીવને જન્મમરણનો અનુભવ થાય
પરમાત્માની પાવનકૃપા મળે,જે જીવને માનવદેહથી આગમન આપીજાય
જીવને અનેકદેહનો સંબંધ,પ્રભુનીકૃપાએ નિરાધાર દેહથીજ બચાવી જાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધરહે,જે દેહને અનેકકર્મથી જીવનજીવાય
...અવનીપર જીવનુ આગમન અનેકદેહથી થાય,માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય.
જગતમાં મળેલદેહને પ્રભુનીકૃપામળે,જે દેહને શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
પવિત્રકૃપાથી ભક્તિની પ્રેરણા મળે,એ ભારતદેશમાં પ્રભુ જન્મ લઈ જાય
અનેક પવિત્રદેહલીધા ભગવાને ભા રતમાં,જે જગતમાં પવિત્રદેશ કહેવાય
મળેલ માનવદેહને ઘરમાં ધુપદીપ પ્રગટાવી,પ્રભુને વંદન કરી પુંજન કરાય
...અવનીપર જીવનુ આગમન અનેકદેહથી થાય,માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
July 3rd 2022
. શુભેચ્છા જન્મદીનની
તાઃ૩/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની મળેલદેહ પર,જે જન્મદીવસને ઉજવાઈ જવાય
સમયની સાથે ચાલતા માનવદેહથી,પ્રભુની ભક્તિકરીને જીવન જીવાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે રમાને,જે જન્મદીવસે પ્રેમથી પુંજી વંદન કરી જાય.
મળેલદેહથી જીવનમાં સંતજલારામબાપા.સંગે કુળદેવી કાળકામાતાને પુંજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજા કરીને,ધુપદીપ કરીનેજ આરતી કરાય
જીવને મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે જન્મમરણથી જીવને અનુભવથાય
જન્મદીવસે ભગવાનને પ્રાર્થના કે,રમાને પવિત્ર આયુષ્ય કૃપાએજ મળીજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે રમાને,જે જન્મદીવસે પ્રેમથી પુંજી વંદન કરી જાય.
જગતમાં માનવદેહપર પરમાત્માની પાવનકૃપા,જે નિરાધારદેહથી બચાવીજાય
પવિત્ર પરિવાર પ્રભુકૃપાએ રમાને મળ્યો,એ ઘરમાંજ ભક્તિકરી પુંજાકરીજાય
પાવનરાહે જીવનજીવતા પ્રભુકૃપામળે,જેજીવને જન્મમરણથી મુક્તિઆપીજાય
પવિત્રરાહે જીવન જીવતા જન્મદીવસે,પવિત્રપ્રેમથી આશિર્વાદપણ મળી જાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે રમાને,જે જન્મદીવસે પ્રેમથી પુંજી વંદન કરી જાય.
##################################################################
જન્મદીવસે સત જલારામબાપા સંગે સાંઇબાબાને પ્રાર્થના કે રમાને તંદુરસ્તી
સાથે લાંબુ આયુષ્ય આપે અને પરિવારનો પવિત્રપ્રેમ સાથે રહે એ અમારી શુભેચ્છા.
લી.પ્રદીપના જય જલારામ અને જય સાંઇરામ.
##################################################################
July 2nd 2022
. .પવિત્રપ્રેમ મળ્યો
તાઃ૨/૭/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી સ્વામીનારાયણ ભગવાનની,જે સમય સાથે લઈ જાય
શ્રધ્ધારાખીને પવિત્ર ભક્તિકરતા જીવનમાં,નિખાલસપ્રેમપણ મળી જાય
....પવિત્રપ્રેમની રાહ મળે જીવનમાં,જે મળેલદેહને પ્રેમ પકડીને આપી જાય.
કુદરતની આપાવનકૃપા કહેવાય,જે હાથપકડીને બચી કરીને ખુશ થાય
જીવને ભગવાનની પવિત્રકૃપાએ સમયે,માનવદેહ મળે જે કર્મઆપીજાય
માનવદેહને સમયની સાથે ચાલવા,શ્રધ્ધાભક્તિથી પવિત્રરાહ મળી જાય
મળેલદેહપર પ્રભુનીકૃપાએ,હિંદુધર્મની રાહમળે જે ઘરમાં પુંજાકરાવીજાય
....પવિત્રપ્રેમની રાહ મળે જીવનમાં,જે મળેલદેહને પ્રેમ પકડીને આપી જાય.
પવિત્ર ભાવનાથી હાથ પકડે જીવનમાં,એ મળેલદેહને આનંદ આપીજાય
અવનીપર એજ આભાર કહેવાય,જે સમયેજ પ્રેમ મળતા દીલથી કહેવાય
મળેલ દેહને જીવનમાં સમયનો સંગાથ રહે,ના કોઇજ દેહથી દુર રહેવાય
પરમાત્માની આ લીલા કહેવાય જીવનમાં,જે જીવનમાં સુખજ આપી જાય
....પવિત્રપ્રેમની રાહ મળે જીવનમાં,જે મળેલદેહને પ્રેમ પકડીને આપી જાય.
##############################################################