April 11th 2017
..
..
. .બજરંગ બલી
તાઃ૧૧/૪/૨૦૧૭ (જન્મદીવસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી આછે અવતાર,જેને બજરંગબલી કહેવાય
પરમાત્માના પવિત્ર સ્વરૂપ શ્રીરામને,પાવનરાહએ આપી જાય
......જન્મદીવસની ઉજવણી કરતા,શ્રીહનુમાનજીને વંદન થાય.
શ્રીરામ સંગે માતા સીતાને વંદન કરી,ભક્તિરાહ આપી જાય
રાજારાવણ જેવા ભક્તનીકેડી બગડતા,પવનપુત્ર આવી જાય
સીતામાતાને નિમીત બનાવી,રાવણની જીંદગીને સ્પર્શી જાય
રામ ભાઈ લક્ષ્મણના દેહને બચાવ્યા,જ્યાં શ્રીરામ કહી જાય
......જન્મદીવસની ઉજવણી કરતા,શ્રીહનુમાનજીને વંદન થાય.
ભક્તિમાં શક્તિ છે એવી,જે મળેલદેહના વર્તનથી જ દેખાય
મળે પ્રદીપરમાને કૃપા શ્રીરામની,જ્યાં હનુમાનજીનીકૃપા થાય
પવિત્ર જીવનએ રાહ બને,જ્યાં જન્મદીને અંજનીપુત્રને પુંજાય
માનવજીવન ઉજવળકરે કૃપાએ,જન્મમરણના બંધનછુટી જાય
......જન્મદીવસની ઉજવણી કરતા,શ્રીહનુમાનજીને વંદન થાય.
=================================================
બજરંગબલી શ્રી હનુમાનજીના જન્મદીન નિમીત્તે તેમના ચરણમાં
આ કાવ્ય પ્રદીપ,રમાના પરિવારના વંદન સહીત અર્પણ.
-------------------------------------------------
No comments yet.