July 6th 2017
.....
.....
. .કેડી જલારામની
તાઃ૬/૭/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિરપુર ગામને પવિત્ર કરવા,પવિત્ર જીવ અવનીપર દેહ લઈ જાય
માતા રાજબાઈને પિતા પ્રધાનના,વ્હાલા સંતાન જલારામ કહેવાય
...અનેક જીવોને ભોજન ખવડાવી,પ્રભુકૃપા પામવાની રાહએ આપી જાય.
ના દેખાવની દુનીયા અડી કે નાકોઇ,મોહમાયાની ચાદર અડી જાય
નિર્મળ જીવન ને ભક્તિ ભાવના સંગે,માનવ જીવન એ જીવી જાય
શ્રધ્ધારાખી માનવતા મહેંકાવી,જ્યાં નિરાધારજીવોને ભોજન દઈજાય
પરખ કરવા આવ્યા પરમાત્મા વિરપુરમાં,ઝોળીડંડો દઈ ભાગી જાય
...અનેક જીવોને ભોજન ખવડાવી,પ્રભુકૃપા પામવાની રાહએ આપી જાય.
જલારામના જીવનસંગીની વિરબાઈ,જે પવિત્રરાહે પતિસંગે રહી જાય
મળેલદેહની મહેંક પ્રસરી અવનીએ,જ્યાં અનેક જીવોને ભોજન દેવાય
ઉજવળ જીવની નામાગણી કોઇ પ્રભુથી,મળેલ સંસ્કારથીએ સચવાય
કૃપા પરમાત્માની મળેલ જીવને,જ્યાં અવનીપર થતા કર્મથી સમજાય
...અનેક જીવોને ભોજન ખવડાવી,પ્રભુકૃપા પામવાની રાહએ આપી જાય.
======================================================
No comments yet.