October 29th 2020
**
**
. વિરબાઈના વ્હાલા
તાઃ૨૯/૧૦/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિરપુરગામની જ્યોત પ્રગટી જગતમાં,જે જલારામની પવિત્રકેડીથી દેખાય
પત્ની વિરબાઈનો સાથ મળ્યો જીવનમાં,જે કુટુંબને પાવનરાહે લઈ જાય
.....એવા વિરપુરમાં પવિત્રકર્મ પકડી,અનેક જીવોને ભોજન આપી સુખ દઈ જાય.
જલારામ પર પરમાત્માની કૃપા થઈ,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
માગણી ભીખનો સંબંધ મળેલ દેહને,જે જગતપર દેહના વર્તનથી દેખાય
મળેલજીવોના દેહને અવનીપર,જલારામ સંગે વિરબાઈ પ્રેરણા આપીજાય
કૃપા મળી સંત ભોજલરામની,ભક્ત જલારામને પાવનારાહથીજ પ્રેરી જાય
.....એવા વિરપુરમાં પવિત્રકર્મ પકડી,અનેક જીવોને ભોજન આપી સુખ દઈ જાય.
પવિત્ર જીવ વ્હાલા પત્ની વિરબાઈનો,ના કોઇજ અપેક્ષા જીવનમાં રખાય
પતિ જલારામની પવિત્ર પ્રેરણા મળી જીવનમાં,જે તેમના વર્તનથી દેખાય
અવનીપરના અનેક દેહોને ભોજન આપી,જીવન જીવવાની રાહ આપીજાય
પરમાત્માની પાવનકૃપા જીવપર,જે જલારામ સંગે વિરબાઈના વર્તને દેખાય
.....એવા વિરપુરમાં પવિત્રકર્મ પકડી,અનેક જીવોને ભોજન આપી સુખ દઈ જાય.
******************************************************************
No comments yet.