February 9th 2021

. શ્રી ગણેશ
તાઃ૯/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રિધ્ધી સિધ્ધીના ભાગ્ય વિધાતા,જગતમાં ભોલેનાથના સંતાન કહેવાય
માતા પાર્વતીની પાવનકૃપા મળતા,પવિત્ર વિઘ્નવિનાયકથી ઓળખાય
....એ પાવનકૃપા પિતા શંકર ભગવાનની,જે માનવદેહને પવિત્રભાગ્ય આપી જાય.
પવિત્રદેહ લીધો ભારતમાં,જે માતા પાર્વતીના સંતાનનો જન્મ લઈ જાય
ભાઈ કાર્તિક અને બહેન અશોકસુંદરીના,ભાઈથી પરિવારમાં ઓળખાય
પરમાત્માએ દેહ લીધો શ્રીશંકરથી,હિમાલયની પુત્રી પાર્વતી પત્ની થાય
હિંદુ ધર્મમાં જગતમાં શ્રીભોલેનાથ કહેવાય,જે પવિત્ર ગંગા વહાવી જાય
....એ પાવનકૃપા પિતા શંકર ભગવાનની,જે માનવદેહને પવિત્રભાગ્ય આપી જાય.
બમબમભોલે મહાદેવ હર નુ સ્મરણ કરતા,શંકર ભગવાનની કૃપા થાય
સંગે વિઘ્નવિનાયક શ્રી ગણેશ કહી વંદન કરતા,પાવનકૃપા મળતી જાય
શ્રધ્ધા રાખીને પુંજન કરતા માનવ દેહને,જીવનમાં સુખશાંંતિ મળી જાય
અનંતશાંંતિ મળે મળેલદેહને,પાવનકૃપાએ જીવને જન્મમરણથી છોડીજાય
....એ પાવનકૃપા પિતા શંકર ભગવાનની,જે માનવદેહને પવિત્રભાગ્ય આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
No comments yet.