July 29th 2021
++
++
. .પ્રભુનો પ્રેમ મળે
તાઃ૨૯/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ લઈને જીવન જીવતા,પરમાત્માની પાવન કૃપા મળી જાય
મળેલ માનવદેહને પવિત્રરાહે જીવતા,સંત જલાસાંઇની કૃપા મેળવાય
....એ અદભુતકૃપા થઈ પવિત્રસંતની,જે જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ આપી જાય.
જીવને સંબંધ થયેલ કર્મનો,જે અવનીપર આવન જાવન આપી જાય
પવિત્ર શક્તિશાળી પરમાત્મા જગતપર,જે ભારતમા જન્મ લઈ જાય
અનંતઆનંદનો સાથમળે જીવનમાં,જે મળેલદેહને સત્કર્મ કરાવીજાય
આંગણે આવીને કૃપા કરે પરમાત્મા,જે માનવદેહને અનુભવથઈજાય
....એ અદભુતકૃપા થઈ પવિત્રસંતની,જે જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ આપી જાય.
મળેલદેહથી કદી સમયને ના પકડાય,મળેલજીવનમાં સમજીને ચલાય
પ્રભુનો પ્રેમમળે મળેલદેહને જીવનમાં,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
ના માગણીની કોઇ રાહમળે,કે નાકોઇ મોહમાયા જીવનમાં અડીજાય
એ પવિત્રકૃપા પ્રભુના પ્રેમથી મળે,જે દેહને સમય સમજીને લઈ જાય
....એ અદભુતકૃપા થઈ પવિત્રસંતની,જે જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ આપી જાય.
===========================================================
No comments yet.